• ઈશાક ડારે વર્લ્ડ બેંક અને IMFની બેઠકમાં ભાગ લેવા માટે પ્રવાસ રદ કર્યો
  • રાજકીય અસ્થિરતાને જોતા વડાપ્રધાનના અનુરોધ પર બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય
  • પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારે કહ્યું છે કે તેમનો દેશ ભિખારી નથી

પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારે કહ્યું છે કે તેમનો દેશ ભિખારી નથી પરંતુ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)નો સભ્ય છે. ઈશાક ડારે વર્લ્ડ બેંક અને IMFની બેઠકમાં ભાગ લેવા માટે તેમનો પ્રવાસ રદ કર્યો હતો. પાકિસ્તાની લોકો તેમના પ્રવાસ રદ કરવાના નિર્ણયને શંકાસ્પદ નજરે જોઈ રહ્યા હતા. પાકિસ્તાનમાં એવી ચર્ચા હતી કે IMFના અધિકારીઓએ તેમને મળવાનો ઇનકાર કર્યો હતો. આ અફવાઓનો જવાબ આપવા માટે ઈશાક ડાર આગળ આવ્યા અને કહ્યું હતું કે પાકિસ્તાન ભિખારી નથી.

ઈશાક ડારે કહ્યું હતું કે રાજકીય અસ્થિરતાને જોતા વડાપ્રધાનના અનુરોધ પર બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અફવાઓ પર આક્રમક રીતે બોલતા ડારે કહ્યું હતું કે, "પાકિસ્તાન IMFનું સભ્ય છે, ભિખારી નથી." તેમણે એ પણ ભારપૂર્વક કહ્યું હતું કે, 'IMF મને વસંત બેઠકમાં ભાગ લેવાથી રોકી શકે નહીં.' ઈશાક ડાર 10થી 16 એપ્રિલ દરમિયાન વોશિંગ્ટનમાં યોજાનારી વિશ્વ બેંક-આઈએમએફની વસંત બેઠકમાં હાજરી આપે તેવી અપેક્ષા હતી. આ દરમિયાન તેઓ IMF અધિકારીઓ સાથે પણ બેઠક કરવાના હતા.

IMF પાકિસ્તાનને બરબાદીથી બચાવી શકે

શનિવારે તેમણે કહ્યું હતું કે, 7 અબજ ડોલર IMF રાહત કાર્યક્રમની નવમી સમીક્ષા ટ્રેક પર છે. પાકિસ્તાન અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) 1.1 બિલિયન ડોલરના રાહત પેકેજ પર સ્ટાફ-લેવલના કરાર સુધી પહોંચી શક્યા નથી. પાકિસ્તાનને નાદારીમાંથી બચાવવા માટે આ સમજૂતી હોવી ખૂબ જ જરૂરી છે. આ રકમ IMF દ્વારા 2019માં મંજૂર કરાયેલા 6.5 અરબ ડોલરના રાહત પેકેજનો એક ભાગ છે. વિશ્લેષકોનું કહેવું છે કે જો પાકિસ્તાને બાહ્ય દેવાની જવાબદારીઓમાં ડિફોલ્ટિંગ ટાળવું હોય તો પેકેજ નિર્ણાયક છે.

સાઉદી અરેબિયા તરફથી મળશે?

ડારે આપેલા ભાષણમાં કહ્યું હતું કે, IMF સોદાના માર્ગમાં એકમાત્ર અવરોધ મિત્ર દેશ તરફથી 1 અબજ ડોલરની થાપણની પુષ્ટિ છે. છેલ્લા બે અઠવાડિયામાં આપણા એક મિત્ર દેશે IMFને બે અબજ ડોલરનું ધિરાણ આપવાની પુષ્ટિ કરી છે. હવે અમે અન્ય મિત્ર દેશ તરફથી એક અબજ ડોલરની પ્રતિબદ્ધતાની પુષ્ટિની રાહ જોઈ રહ્યા છીએ. ત્યાર બાદ સ્ટાફ સ્તરના કરારને પૂર્ણ કરવા માટેની તેમની તમામ શરતો પૂર્ણ કરવામાં આવશે. આ મામલાને મોનેટરી ફંડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં લઈ જવા માટે બે અઠવાડિયા લાગે છે. જો કે ડારે મૈત્રીપૂર્ણ ફંડિંગ દેશનું નામ જાહેર કર્યું નથી પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને મદદ કરવા માટે IMFને પ્રતિબદ્ધતા દર્શાવી છે


  • Follow us on: