- કાયદા મંત્રાલયે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને મોકલ્યો પ્રસ્તાવ
- રાષ્ટ્રપતિએ હજી સુધી નથી આપી કોઈ મંજૂરી
- બલૂચિસ્તાન વિધાનસભાની પ્રથમ બેઠક 28 ફેબ્રુઆરીએ
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) પાર્ટીના વરિષ્ઠ નેતા ઈશાક ડારે રવિવારે કહ્યું કે ચૂંટાયેલી સંસદનું પ્રથમ સત્ર બોલાવવાની બંધારણીય જરૂરિયાત કાયદા મુજબ 29 ફેબ્રુઆરીએ પૂરી થશે. કાયદા અનુસાર, નવી ચૂંટાયેલી સંસદનું પ્રથમ સત્ર સામાન્ય ચૂંટણીના 21 દિવસની અંદર બોલાવવું આવશ્યક છે. 8 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હોવાથી સંસદની બેઠક 29 ફેબ્રુઆરી સુધી યોજવી જોઈએ.ડારે કહ્યું કે બંધારણ મુજબ સંસદની બેઠક 29 ફેબ્રુઆરીએ મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાયદા મંત્રાલયે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને સત્ર બોલાવવા માટે પ્રસ્તાવ મોકલ્યો છે, પરંતુ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) તરફ વલણ ધરાવતા અલ્વીએ હજુ સુધી તેને મંજૂરી આપી નથી, જેના કારણે તેમનો ઇનકાર થઈ શકે તેવી આશંકા ઊભી થઈ છે.
યોજાઈ શકે છે પ્રથમ બેઠક













