• આતંકવાદી હુમલાની કોઈ સંગઠને જબાબદારી નથી સ્વીકારી
  • પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ નવાઈ નથી
  • આતંકવાદ, મોંઘવારી, વીજ-કાપ, કાળઝાળ ગરમી, અકસ્માતોનો સીલસીલો પાકિસ્તાનમાં સામાન્ય


પાડોશી દેશ પાકિસ્તાનના સૌથી અશાંત ગણાતા અફઘાનિસ્તાન સરહદ પાસે રિમોટ કંટ્રોલથી એક કારમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો જેમાં પૂર્વ સાંસદ અને અન્ય ત્રણ લોકોનાં મોત થયા હતા. પોલીસે આ અંગે જાણકારી આપતા કહ્યું કે વિસ્ફોટ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદની નજીક અને આદિવાસી વિસ્તાર દામાદોલા ક્ષેત્રમાં થયો હતો. વિસ્ફોટ સમયે પાકિસ્તાની સંસદના ઉપલા ગૃહના સેનેટ સભ્ય હિદાયતુલ્લા પેટાચૂંટણીમાં પોતાના ભત્રીજાના ચૂંટણી પ્રચારમાં ત્યાં આવ્યા હતા.
 
 મૃતક પૂર્વ સાંસદનો સંબંધ મોટા રાજકીય પરિવાર સાથે હતો
પાકિસ્તાનના સૌથી મોટા અશાંત વિસ્તાર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના મુખ્યમંત્રી અલી અમીન અને મુખ્ય સચિવે વિસ્ફોટની ઘટનાને વખોડી હતી. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ હુમલાની ટીકા કરી હતી. પૂર્વ સેનેટર તેમજ અન્ય લોકોનાં મોત પર શોક વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતક હિદાયતુલ્લા વર્ષ-2012થી 2018 અને ફરીથી વર્ષ-2018થી 2024 સુધી સેનેટના અપક્ષ સભ્ય રહ્યા હતા. આ ઉપરાંત તેઓ સંસદના ઉપલા ગૃહના એરપોર્ટ વિભાગની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી ટીમના સભ્ય પણ રહ્યા હતા. મૃતક હિદાયતુલ્લાના પિતા પણ સભ્ય રહ્યા હતા. તેમના મોટાભાઈ ખૈબર પખ્તૂનખ્વાના પૂર્વ ગવર્નર રહી ચુક્યા છે.

કોઈપણ પક્ષે હુમલાની જવાબદારી નથી લીધી
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં પૂર્વ સાંસદે સેનેટ સચિવાલયમાં એક ઠરાવ રજૂ કર્યો હતો, જેમાં કહેવાયું હતું કે સંસદના ઉપલા ગૃહે ઉમેદવારોને ટાર્ગેટ કરી કરાતા હુમલામાં વધારા પર ધ્યાન આપ્યું હતું. ઠરાવમાં પાકિસ્તાન ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટથી સુરક્ષા પડકારોને લીધે જનરલ ચૂંટણીને ત્રણ મહિના ટાળવાનો આગ્રહ કરાયો હતો. જો કે પાકિસ્તાનમાં આગામી મહિને આઠ ફેબ્રુઆરીએ ચૂંટણી સંપન્ન થયા હતા. આ સંજોગ છે કે હિદાયતુલ્લાનું મોત પેટાચૂંટણીમાં ભત્રીજાના ચૂંટણી પ્રચારમાં થયું હતું. અત્યાર સુધી પાકિસ્તાનમાં કોઈપણ પક્ષે જવાબદારી નથી લીધી.