- બલૂચિસ્તાનના કવેટામાં ચાર આતંકીઓએ પોલીસ વાહન પર ગોળીબાર કર્યો
- પાકિસ્તાન પોલીસે વળતી કાર્યવાહીમાં ચાર આતંકીઓને ઠાર કર્યા
- ઈમારતમાં સંતાયેલા ત્રણ આતંકીઓનું એન્કાઉન્ટર કરાયું
પાડોશી દેશ પાકિસ્તાનના સૌથી વધુ અશાંત એવા બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટામાં એક પોલીસ વાહન પર ગોળીબાર કર્યા બાદ સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને ત્યાં જ ઠાર કરી દીધા હતા. બલૂચિસ્તાનના આતંકવાદ વિરોધી વિભાગ એટલે કે સીટીડીની ટીમના જણાવ્યા પ્રમાણે પોલીસ વાહન પર ફાયરિંગ કર્યા પછી ચાર આતંકવાદીઓને શોધી લેવામાં આવ્યા હતા જે બાદ તમામને અથડામણમાં ઠાર કર્યા હતા.













