યુએનના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે એક નિવેદનમાં જણાવ્યું હતું. કે "તેઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને એવા યુધ્ધ ટાળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જેના દુ:ખદ પરિણામો આવી શકે," "પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી અંગે આજે ભારતમાં ચાર મોટી બેઠકો યોજાવા જઈ રહી છે, જેમાં નક્કી કરવામાં આવશે કે શું કાર્યવાહી કરવી જોઈએ.
પાકિસ્તાનના નેતાઓ દેશના લોકો સમક્ષ ભારતને પડકાર ફેંકી રહ્યા છે. પાકિસ્તાનના નેતાઓ દેશની સંસદમાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ ભારત તરફથી હુમલાના ડરથી પાકિસ્તાનની સરકાર સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી રહી છે. પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસને "ભારતને સલાહ" આપવા અપીલ કરી છે. શાહબાઝ શરીફે યુએન સેક્રેટરી સાથે એવા સમયે વાત કરી જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સેનાને પાકિસ્તાન વિરુદ્ધ પોતાની વિવેકબુદ્ધિ મુજબ કાર્યવાહી કરવાની સ્વતંત્રતા આપી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર અને સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ આગામી 24 થી 48 કલાકમાં ભારતીય હુમલાની અપેક્ષા રાખી રહ્યા છે.













