•  અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર તિરાહ ઘાટીમાં આતંકી હુમલો
  • પાકિસ્તાનના સૌથી અશાંત ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં આતંકવાદી હુમલો
  • પાકિસ્તાની તાલિબાન સાથે સંકળાયેલ આતંકવાદીઓ દ્વારા હુમલો


પાડોશી દેશ પાકિસ્તાન કદી ઝંપવાનું નથી. ફરી એકવાર પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો થયાનું સામે આવ્યું છે. પાકિસ્તાનમાં આવેલા સૌથી અશાંત એવા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં આતંકવાદી હુમલાની ઘટના સામે આવી છે. જેમાં સાત પોલીસકર્મીઓના મોત થયા છે. અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પાસે આવેલા તિરાહ ઘાટીમાં આ ભીષણ આતંકી હુમલો થયો છે. 

મળતી માહિતી અનુસાર, આતંકવાદીઓએ ઓરકઝાઈ સ્કાઉટસ ચેક પોસ્ટ પર કબ્જો કરવાનો પ્રયાસમાં તેની પર હુમલો કર્યો અને પછીથી તેમાં આગચંપી કરી હતી. આ આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ વિસ્ફોટક અને રોકેટથી ચાલતા ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો. 

ગત મહિને પણ પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો થયો

મહત્ત્વનું છે કે, ગત મહિને પાકિસ્તાનમાં આવેલા ખૈબર પખ્તૂનખ્વામાં પાકિસ્તાન આર્મી અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં આઠ સૈનિક અને 10 આતંકવાદીઓ ઠાર મરાયા હતા. આ હુમલો ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં એક પ્રમુખ સૈન્ય છાવણી પર 10 આતંકવાદીઓના એક જૂથે કર્યો હતો. આતંકીઓએ વિસ્ફોટક ભરેલી એક ગાડી સૈન્ય છાવણીની દીવાલ સાથે અથડાવી હતી. જેનાથી દીવાલનો એક ભાગ ધરાશાયી થયો હતો અને આસપાસમાં માળખાને ઘણું નુકસાન થયું હતુ. 


 

  • Follow us on: