- પાકિસ્તાનની વિવાદિત મહિલા નેતા સનમ જાવેદને ફરી જેલવાસ
- મહિલા નેતા સામે ઘણા કેસમાં મુક્તિ છતાં એક નવા કેસમાં જેલમાં ધકેલી દેવાઈ
- ઈમરાન ખાનની પાર્ટીની હાઈપ્રોફાઈલ સુંદર નેતા સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે
પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટે ગત અઠવાડિયે સનમ જાવેદને નવ મે રમખાણ કેસમાં આરોપોમાંથી મુક્તિ આપી હતી. એફઆઈએ ટીમે એક નવા કેસમાં તેની ફરી ધરપકડ કરી લીધી છે. જો કે કયા કેસમાં સનમની ધરપકડ કરાઈ છે હાલ જાણવા મળ્યું નથી. ફરીથી શા માટે ધરપકડ કરાઈ છે. સનમની ધરપકડની જાણકારી તેના વકીલે સોશિયલ મીડિયામાં આપી છે.
પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ એટલે કે પીટીઆઈ નેતા સનમ જાવેદ ખાનને નવ મેના રમખાણ કેસમાં કોટ લખપત જેલથી છોડી મૂક્યા પછી ફરીથી ધરપકડ કરી લેવામાં આવી છે. સનમ જે કથિત રીતે નવ મેએ પાર્ટી પ્રમુખ ઈમરાન ખાનની ધરપકડ પછી કાયદો અને વ્યવસ્થામાં ગરબડ કરવા તેમજ આગચંપીના આરોપો હેઠળ ઘણા સમયથી જેલમાં હતી.
નવા કેસમાં સનમ જાવેદની ધરપકડ
લાહોર હાઈકોર્ટે ગત અઠવાડિયે નવ મેના રમખાણો સાથે સંકળાયેલા આરોપોથી મુક્તિ આપી હતી. એફઆઈએ ટીમે એક નવા કેસમાં ધરપકડ કરાઈ છે.
સનમ જાવેદ સામે આરોપ
મળતી માહિતી અનુસાર એફઆઈએ સાયબર ક્રાઈમ સેલે નવ મેના રોજ કથિત રીતે ભડકાઉ પોસ્ટ કરવા, લોકોને જિન્ના હાઉસ પર હુમલો કરવાનો આગ્રહ કરવા તેઓની સામે કેસ નોંધ્યો હતો. ત્યારબાદ પીટીઆઈ નેતા સનમ જાવેદની ધરપકડ કરવામાં આવી હતી. પીટીઆઈના ફાયર બ્રાંડ નેતા પર ઘણા કેસ નોંધાયા છે. આ તમામ નવ મે 2023ના રોજ પીટીઆઈના સંસ્થાપક ઈમરાન ખાનની ધરપકડ પછી થયેલા ઘર્ષણ અને અશાંતિ સાથે સંકળાયેલા વિરોધ પ્રદર્શનના 12 કેસ નોંધાયા હતા. જેમાં તોડફોડ, પીએમએલ હાઉસમાં આગચંપી જેવી ઘટનાઓ સામેલ છે. પીટીઆઈ કાર્યકરોના વિરોધ પ્રદર્શન દરમિયાન લાહોરમાં સૈન્ય સંસ્થાનો અને કોર કમાન્ડરના ઘરે હુમલો થયો હતો.
સનમ જાવેદે ચૂંટણી લડી હતી
એફઆઈએ કેસ મળીને કુલ ચાર કેસમાં તેમને મુક્ત કરી દેવામાં આવ્યા છે. અને બાકી આઠ કેસમાં તેમને જામીન મળી ગયા છે. આમ છતાં એક કેસમાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે. સનમ જાવેદે પીટીઆઈની ટિકિટ પર પંજાબના એક પ્રાંતીય ચૂંટણી લડી હતી. જનરલ ચૂંટણી પણ લડી હતી. તે પીટીઆઈની તેજ નેતાઓમાં સામેલ છે.