• ભારત વિરુદ્ધ નિવેદન આપીને સરકાર ફક્ત ભાવનાઓ સાથે રમત રમે છે: પાક.લોકો
  • લોકોને નફરતના પાઠ ભણાવ્યા વગર દેશની સ્થિતિ સુધારવી જોઈએ: પાક.લોકો
  • દેશની આર્થિક સ્થિતિ પર ધ્યાન આપો,ભારત વિરુદ્ધ આવા નિવેદનો ન કરવા જોઈએ

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંબંધો સારા નથી. તેની પાછળનું સૌથી મોટું કારણ ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું પાકિસ્તાનનું સતત ષડયંત્ર છે. આ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર અહેમદે 30 એપ્રિલે એક કાર્યક્રમમાં ભારતીય સેનાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે,અમે ભારતની મોટી સેનાની સંખ્યાથી ડરતા નથી.

પાકિસ્તાની સેનાએ ભારત વિરુદ્ધ નિવેદન આપ્યા બાદ પાકિસ્તાની મીડિયાએ ત્યાંના લોકો પાસેથી અભિપ્રાય માંગ્યો હતો. તેના પર પાકિસ્તાની લોકોએ કહ્યું હતું કે ભારત વિરુદ્ધ આવા નિવેદનો કરવાનો અર્થ એ છે કે સરકાર ફક્ત તેના દેશની ભાવનાઓ સાથે રમત કરી રહી છે.

પાકિસ્તાની લોકોએ તેમની જ સરકારની ટીકા કરી

ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા બાદ પાકિસ્તાનના લોકોએ પોતાની જ સરકારને ઠપકો આપ્યો હતો. ભારત અને પાકિસ્તાનને ભારત સાથે સરખાવતા તેમણે કહ્યું હતું કે બંને દેશ એક જ દિવસે આઝાદ થયા અને આજે જુઓ આપણી કેવી હાલત છે અને તેમની હાલાત કેવી છે. વર્તમાન સરકાર પોતાના લોકોને નફરત શીખવી રહી છે. તેમણે દેશની આર્થિક સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ અને ભારત વિરુદ્ધ આવા નિવેદનો ન કરવા જોઈએ.

ભૂતપૂર્વ આર્મી ચીફનું નિવેદન

હાલમાં થોડા દિવસો પહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ કમર જાવેદ બાજવાનું એક નિવેદન ચર્ચામાં આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે અમારી સેના ભારત સાથે લડવા માટે એટલી મજબૂત નથી. અમારી પાસે સારી ટાંકી નથી. પાકિસ્તાની સેના પાસે પણ એટલા પૈસા નથી કે તે સેનાના વાહનોમાં ડીઝલ ભરી શકે. તે જ સમયે, સેનાની સંખ્યા વિશે વર્તમાન સેના પ્રમુખના નિવેદનનો કોઈ અર્થ નથી. ભારતના પૂંચ સેક્ટરમાં તાજેતરના હુમલાનું કનેક્શન પાકિસ્તાન સાથે જોડાયેલું છે જે પાક આર્મી ચીફ દ્વારા ભારત વિરુદ્ધ આપેલા નિવેદનથી ઉશ્કેરવામાં આવ્યું હોઈ શકે છે.