- પાકિસ્તાનમાં રહેતા સીમા હૈદરના પતિ ગુલાબ હૈદરના વકીલે ફરિયાદ નોંધાવી
- સીમા હૈદર અને સચિન મીણા સામે ક્રિમિનલ કેસ કરવાની પાકિસ્તાની પતિની માંગણી
- સીમા હૈદર અને તેના પતિને ત્રણ કરોડ રૂપિયા ચુકવવાની નોટિસ ફટકારી
પાકિસ્તાનથી આવેલી મહિલા સીમા હૈદર અને તેના ભારતમાં રહેતા બીજા પતિ સચિન મીણા છેલ્લા એક વર્ષથી ખૂબ ચર્ચામાં છે. ત્યારે આ લવ સ્ટોરીમાં હવે એક નવો ફણગો ફૂટયો છે. જેમાં સીમાના પાકિસ્તાની પતિ ગુલામ હૈદર સીમા સામે ક્રિમિનલ કેસ નોંધાવ્યો છે. ગુલામ હૈદરના વકીલે નવો ફરિયાદ પત્ર આપ્યો છે. ગુલામના વકીલ મોમિન મલિકે કહ્યું છે કે સીમા સામે ફોજદારી કેસ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તેણે રાબુપુરા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ FIR માટે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં સીમાની સાથે સચિન અને સચિનના પિતા નેત્રપાલનું પણ નામ લેવામાં આવ્યું છે. અન્ય દેશમાં CAA કાયદાના અમલ પછી સીમાને ભારતીય નાગરિકતા આપવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ગુલામના વકીલનું કહેવું છે કે તેને જેલમાં મોકલવામાં આવે.
મોમિન મલિકે કહ્યું કે સીમા નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત આવી છે. સચિન અને સીમાની જુલાઈ-2023માં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને કોર્ટમાંથી શરતી જામીન મળી ગયા. જામીન મળ્યા બાદ સીમા સચિનના ઘરે રહે છે. તે સચિન સાથે રહીને જામીનની શરતોનો ભંગ કરી રહી છે. આવી સ્થિતિમાં તેમના વતી પોલીસને આ બાબતે જાણ કરીને પોલીસ ફરિયાદ કોપી આપવામાં આવી છે અને કેસ બંધ કરવાની માંગ કરવામાં આવી છે.













