• હમાસ-ઇઝરાયેલ યુદ્ધમાં 14,854 નાગરિકોના મોત 
  • ઇઝરાયેલે ગાઝામાં હુમલા કર્યા બાદ 5850 બાળકોએ જીવ ગુમાવ્યો
  • 700 પેલેસ્ટિનિયન સગીરોને અટકાયત હેઠળ જેલમાં ધકેલ્યા 

હમાસના અધિકારીઓએ યુદ્ધમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયન નાગરિકોના આંકડા અંગે કહ્યું કે, યુદ્ધના કારણે 14,854 નાગરિકોના મોત થયા છે, જેમાંથી 5850 બાળકો માર્યા ગયા છે. ઇઝરાયેલે ગાઝામાં હુમલા શરૂ કર્યા બાદ લગભગ 6 હજાર બાળકોના મોત થયા છે. પેલેસ્ટિનિયન સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગાઝામાં અત્યાર સુધીમાં 12,700 લોકોના મોત થયા છે.

યુદ્ધના કારણે હજારો લોકો મોતને ભેટ્યા

ગાઝામાં માર્યા ગયેલા લોકો વિશે માહિતી આપતા સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, યુદ્ધના કારણે મોતના આંકડાઓ ખૂબ વધી ગયા છે. હમાસના અધિકારીએ દાવો કર્યો હતો કે હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગાઝામાં થયેલા મૃત્યુ અંગે અગાઉ આપવામાં આવેલા આંકડા માહિતી અને સંદેશાવ્યવહારના અભાવને કારણે આપવામાં આવ્યા હતા.માનવતાવાદી બાબતોના સંકલન માટે યુએન ઓફિસના વડા માર્ટિન ગ્રિફિથ્સે જણાવ્યું હતું કે, અમે હજુ પણ ગાઝામાંથી નોંધાયેલા ડેટા પર આધાર રાખીએ છીએ.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ લાગુ

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે શુક્રવારે યુદ્ધવિરામ અમલમાં આવ્યો હતો. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજિદ-અલ અન્સારીએ કહ્યું છે કે 4 દિવસના યુદ્ધવિરામના બદલામાં 50 બંધકોને મુક્ત કરવામાં આવશે. બંધકોને રફાહ બોર્ડર પર રેડ ક્રોસને સોંપવામાં આવી શકે છે. આ સિવાય ઈઝરાયેલ 150 પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરશે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, દર વર્ષે ઇઝરાયેલ લગભગ 500થી 700 પેલેસ્ટિનિયન સગીરોને વહીવટી અટકાયત હેઠળ જેલમાં ધકેલ્યા છે.

  • Follow us on: