• ફિલીપાઈન્સના પશ્ચિમ ભાગમાં સતત જવાળામુખી ફાટવાની અને બીજી કુદરતી હોનારતે સર્જાતી હોય છે
  • ભૂકંપને લીધે સુનામીની કોઈ ચેતવણી નહીં
  • ફિલીપાઈન્સમાં મોટા ભૂકંપનો ડર

ફિલિપાઈન્સના મિંડાનાઓ દ્વીપના પૂર્વ તટ પર શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 6.7 હતી. જર્મન રિસર્ચ સેન્ટરે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. અમેરિકી ભૂ-વૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર ભૂકંપની તીવ્રતા 6.8 હતી. અમેરિકી રાષ્ટ્રીય સુનામી ચેતવણી કેન્દ્રએ કહ્યું કે ભૂકંપને લીધે સુનામીનો કોઈ ખતરો નથી.

ફિલીપાઈન્સમાં મોટા ભૂકંપનો ભય
ફિલીપાઈન્સમાં હંમેશા ભૂકંપ આવતા હોય છે. પરંતુ ત્યાંના લોકોને એક મોટા ભૂકંપ આવવાનો ડર છે. જેનાથી મોટી સંખ્યામાં લોકો મરી જશે. મોટા ભૂકંપની સ્ટોરી અહીંની પેઢઈઓથી ચલી આવી રહી છે. ફિલીપાઈન્સમાં જાપાનની જેમ આવા ઘર નથી. જેની પર ભૂકંપની અસર હોય કે ન હોય. આમ છતાં અહીંના લોકો ભૂકંપ અને જવાળામુખી ફાટવાની ઘટનાને લઈ અભ્યાસી થઈ ગયા છે. આ કારણથી રિકસ્ટર સ્કેલ પર છથી વધુ તીવ્રતા હોવા છતાં ત્યાં કોઈ નુકસાન નથી થયું. ભારત જેવા દેશમાં ધરતીકંપનો ખતરો ઓછો છે. જો કે અહીં છની તીવ્રતાનો ભૂકંપ ખૂબ વિનાશ કરી શકે છે. 
 
દુનિયામાં દર વર્ષે આશરે 20 હજાર ભૂકંપ આવે છે.
દર વર્ષે વિશ્વમાં લગભગ 20 હજાર ભૂકંપ આવે છે પરંતુ તેની તીવ્રતા એટલી વધારે નથી કે તેનાથી લોકોને મોટું નુકસાન થાય. રાષ્ટ્રીય ધરતીકંપ માહિતી કેન્દ્ર આ ધરતીકંપોને રેકોર્ડ કરે છે. માહિતી અનુસાર, 20 હજારમાંથી માત્ર 100 ભૂકંપ એવા છે જે નુકસાન પહોંચાડે છે. ઇતિહાસમાં સૌથી લાંબો સમય ચાલતો ભૂકંપ હિંદ મહાસાગરમાં 2004માં આવ્યો હતો. આ ભૂકંપ 10 મિનિટ સુધી અનુભવાયો હતો.

 
  • Follow us on: