• પ્લેન અસુન્સિયનથી લગભગ 180 કિમી દૂર ટેકઓફ કર્યા બાદ ક્રેશ
  • વિમાન ટેકઓફ કરતી વખતે એક વૃક્ષ સાથે ધડાકાભેર અથડાયું
  • કોલોરાડો પાર્ટીના સાંસદ વોલ્ટર હાર્મ્સ અને તેમની ટીમ વિમાનમાં સવાર હોવાની વિગત
દક્ષિણ અમેરિકાના દેશ પેરાગ્વેમાં શનિવારે એક વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં સાંસદ સહિત 4 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે.પ્લેન ટેકઓફ કરતી વખતે એક ઝાડ સાથે અથડાયું હતું. ત્યારબાદ તે જમીન પર પટકાતા ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં વિમાનમાં સવાર કોલોરાડો પાર્ટીના સાંસદ વોલ્ટર હાર્મ્સ અને તેમની ટીમ વિમાનમાં સવાર હતા તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે.

પ્લેન અસુન્સિયનથી લગભગ 180 કિમી દૂર ટેકઓફ કર્યા બાદ ક્રેશ
પેરાગ્વેમાં ટેક ઓફ કર્યા બાદ પ્લેન ક્રેશ અંગે સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર પ્લેન અસુન્સિયનથી લગભગ 180 કિમી દૂર ટેકઓફ કર્યા બાદ ક્રેશ થયું હતું. શાસક કોલોરાડો પાર્ટીના સાંસદ વોલ્ટર હાર્મ્સ અને તેમની ટીમના સભ્યો વિમાનમાં સવાર હતા અને તે અને અન્ય 3 લોકો આ દુર્ઘટનામાં મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાને લઇ પેરાગ્વેના વાઈસ પ્રેસિડેન્ટ પેડ્રો ઈલિયાનાએ સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને લખ્યું હતું કે, મને મારા સાથીદાર અને મિત્ર વોલ્ટર હાર્મ્સના નિધનના દુઃખદ સમાચાર મળ્યા છે. 

પ્લેન ટેકઓફ કરતી વખતે એક વૃક્ષ સાથે ધડાકાભેર અથડાયું
આ દુર્ઘટનાને લઇ સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સાથે પેરાગ્વેના વાઈસ પ્રેસિડેન્ટ પેડ્રો ઈલિયાનાએ દુર્ઘટનાને લઇ અનેક તસવીરો પણ શેર કરી છે, જેમાં એક ખેતરમાં સળગતો કાટમાળ દેખાઈ રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્લેન ટેકઓફ કરતી વખતે એક વૃક્ષ સાથે ધડાકાભેર અથડાયું હતું, ત્યારબાદ તે જમીન પર પડ્યું અને આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.



  • Follow us on: