• શોનાના ઝવામહાન્ડે વિસ્તારમાં ખાનગી વિમાન થયું ક્રેશ 
  • આ દુર્ઘટનામાં ભારતીય ઉદ્યોગપતિ સહિત 6 લોકોના મોત 
  • ટેક્નિકલ ખામીને કારણે પ્લેન દુર્ઘટના બની હોવાની વિગત
દક્ષિણ-પશ્ચિમ ઝિમ્બાબ્વેમાં હીરાની ખાણ પાસે એક ખાનગી વિમાન ક્રેશ થયાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ભારતીય અબજોપતિ અને તેના પુત્ર સહિત 6 લોકોના મોત થયા છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાનગી વિમાનમાં ટેકનિકલ ખામીના કારણે આ દુર્ઘટના બની છે.

આ કારણે વિમાન થયું ક્રેશ
મળતી માહિતી મુજબ ઝિમ્બાબ્વેના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક પ્લેન ક્રેશ થયાની ઘટનામાં ભારતીય ઉદ્યોગપતિ સહિત 6 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.
આ દુર્ઘટનામાં ભારતીય અબજોપતિ અને તેના પુત્ર સહિત 6 લોકોના મોત થયા થયા છે. આ દુર્ઘટના થવાનું મુખ્ય કારણ ટેકનિકલ ખામી હોવાથી પ્લેન ક્રેશ થયુ હોવીની માહિતી મળી રહી છે. જાણવા મળી રહ્યુ છે કે હીરાની ખાણ પાસે ખાનગી વિમાન ક્રેશ થતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સોનું, કોલસો, નિકલ અને તાંબાનું ઉત્પાદન કરતી ખાણ કંપની, રિયોઝિમના માલિક હરપાલ રંધાવા અને અન્ય ચાર લોકોના મોત થયા હતા જ્યારે મશોનાના ઝવામહાન્ડે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું.

ટેક્નિકલ ખામીને કારણે પ્લેન દુર્ઘટના
જાણવા મળી રહ્યું છે કે, સોનું, કોલસો, નિકલ અને તાંબાનું ઉત્પાદન કરતી વૈવિધ્યસભર ખાણકામ કંપની, રિયોઝીમના માલિક હરપાલ રંધાવા અને અન્ય ચાર લોકો જ્યારે મશહાદના ઝવામહાન્ડે વિસ્તારમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. પ્રાથમિક માહિતીના આધારે રિઓઝિમની માલિકીનું સેસ્ના 206 એરક્રાફ્ટ હરારેથી મુરોવા હીરાની ખાણ તરફ જઈ રહ્યું હતું ત્યારે શુક્રવારે આ દુઃખદ ઘટના બની હતી. ઝ્વામહાંડે વિસ્તારમાં પીટર ફાર્મ પર પડતાં પહેલાં વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે વિમાન ભાંગી પડ્યું હતું. 


  • Follow us on: