• ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રેશ થયું
  • સૌર્ય એરલાઈન્સના વિમાનમાં લાગી આગ
  • ફ્લાઈટ ટેકઓફ કરતા જ બની ઘટના

ઉલ્લેખનીય છે કે પ્લેન કાઠમાંડુથી પોખરા જઈ રહ્યું હતું. આ પ્લેનનો નંબર 9N - AME (CRJ 200) હતો. તેમાં 19 લોકો સવાર હતા. આ સમયે અચાનક ટેકઓફ થતાંની સાથે જ પ્લેનમાં આગ લાગી હતી. આ પછી પ્લેન ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જ ક્રેશ થયું હતું. હાલમાં ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. પ્લેન ક્રેશ થતાં જ સમગ્ર વિસ્તારમાં આગની લપેટો જોવા મળી હતી. યાત્રીઓના બચવાની શક્યતાઓ લગભગ નહીંવત જણાઈ રહી છે. 

 

[[$googlead]]

5 લોકોના મોત, એક પાયલટ સારવાર હેઠળ

[[$alsoread]]

હાલમાં સામે આવી રહેલી માહિતિ અનુસાર પાયલટને હોસ્પિટલ લઈ જવાયો છે. આ સાથે 5 મુસાફરોના મોત થયાની માહિતિ પણ આવી રહી છે. સવારે 11 વાગે આ ઘટના બન્યા બાદ કાઠમાંડુ એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. પ્લેનમાં 17 યાત્રીઓ સહિત 2 ક્રૂ મેમ્બર્સ સામેલ હતા. 

શું છે લેટેસ્ટ માહિતિ
મળી રહેલી પ્રાથમિક જાણકારી અનુસાર પ્લેન સૌર્ય એરલાઈન્સનું હતું. પ્રારંભિક માહિતિથી જાણવા મળી રહ્યું છે કે વિમાન ટેકઓફ સમયે રનવે પર લપસી ગયું અને તેના કારણે આ ઘટના બની છે. હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. રેસ્ક્યુ ઓપરેશન પણ ઝડપથી ચાલી રહ્યું છે. શક્ય તેટલી ઝડપથી આગ ઓલવવાની કોશિશ થઈ રહી છે અને સવાર તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે. હાલમાં જે તસવીરો સામે આવી રહી છે તેમાં વિમાનના ધુમાડાના ફોટો સામે આવી રહ્યા છે. આ સાથે જ આ વિસ્તારમાં લોકોની આવન જાવન પર પ્રતિબંધ મૂકાયો છે. 

  • Follow us on: