• ભારત-કેનેડાના વિવાદ પર PM જસ્ટિન ટ્રુડો સેવ્યું મૌન
  • UN બેઠેકમાં ભાગ લેવા પહોંચ્યા જસ્ટિન ટ્રુડો
  • ભારતે ટ્રુડોના આરોપોને ફગાવી દીધા

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખોટા આરોપો લગાવ્યા છે પરંતુ હવે તેઓ જવાબ આપવા અસમર્થ છે. ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે હવે તેઓ આ સવાલો પર જવાબ આપવાનું ટાળી રહ્યા છે. ટ્રુડો ભારતીય પત્રકારના પ્રશ્ન પર મૌન જાળવતા જોવા મળ્યા હતા.

હકીકતમાં ટ્રુડો ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મુખ્યાલય પહોંચ્યા હતા. તેઓ અહીં બે અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેવા આવ્યા હતા.આ દરમિયાન પત્રકારે ટ્રુડોને તેમના ખોટા આરોપો અંગે પ્રશ્નો પૂછ્યા હતા. જોકે, ટ્રુડો પત્રકારના પ્રશ્નનો જવાબ આપ્યા વિના આગળ વધી ગયા હતા. જ્યારે ટ્રુડોને ફરીથી પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેઓ આ વાતની ટાળી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારતે ટ્રુડોના આરોપોને ફગાવી દીધા છે.

[[$googlead]]

[[$alsoread]]

ભારતે એડવાઈઝરી જાહેર કરી

ટ્રુડોના આરોપો બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. તેથી ભારતે બુધવારે કેનેડામાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જારી કરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ, રાજકીય રીતે પ્રેરિત નફરતના ગુનાઓ અને ગુનાહિત હિંસાને કારણે ત્યાં રહેતા અથવા ત્યાં જવાની યોજના બનાવી રહેલા તમામ ભારતીયોએ અત્યંત સાવધાની રાખવી જોઈએ. તેના એક દિવસ પહેલા કેનેડાએ પણ ભારત જનારા તેના નાગરિકોને સાવચેત રહેવા માટે સલાહ આપી હતી. સાથે જ ભારત કેનેડા પર એક્શનમાં આવ્યું છે અને આજે કેનેડિન નાગરીકોના વિઝા સ્થગિત કરવા માટે આદેશ આપ્યો હતો.

કોણ છે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ?

ગુરપતવંત સિંહ પન્નુ પંજાબના ખાનકોટનો રહેવાસી છે. તેણે પંજાબ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ તે વિદેશ ગયો હતો. ત્યારથી તે કેનેડા અને અમેરિકામાં રહે છે. તે વિદેશમાં રહીને ખાલિસ્તાની ચળવળ ચલાવી રહ્યો છે. આમાં તેને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIની મદદ મળે છે. તેણે શીખ ફોર જસ્ટિસ ઓર્ગેનાઈઝેશન (SFJ)ની રચના કરી છે. પન્નુ સોશિયલ મીડિયા પર સતત અલગતાવાદીઓની વાત કરે છે અને ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે. 2019માં ભારત સરકારે શીખ ફોર જસ્ટિસ સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો.

ભારત અને કેનેડા વચ્ચે તણાવ કેમ વધ્યો?

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપો બાદ ભારત-કેનેડા સંબંધોને મોટો આંચકો લાગ્યો છે. બંને દેશોના સંબંધોમાં તણાવ વધી ગયો છે. કેનેડાએ દાવો કર્યો છે કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના ગુપ્તચર એજન્ટોની 'સંભવિત સંડોવણી' છે. જોકે, ભારત સરકારે આ આરોપોને વાહિયાત અને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા.


  • Follow us on: