વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપુરના પ્રવાસે છે. મોદીનો સિંગાપુરનો પ્રવાસ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી માટે જરૂરી છે. સિંગાપુર આસિયાન દેશોમાં ભારતનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે.
વડાપ્રધાન મોદી અને સિંગાપુરના પીએમ લૉરેંસ વોંગએ ગુરુવારની મુલાકાત દરમિયાન અલગ- અલગ ક્ષેત્રોમાં બંને દેશોના સંબંધો મજબૂત બને તે માટે ચાર એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. બંને નેતાઓએ સિંગાપુરમાં મુલાકાત કરી છે અને બંને દેશોના સંબંધોને મજબુત કરવા માટે સહમતી દર્શાવી છે. આ એમ.ઓ.યુ. જ્ઞાપન ડિજિટલ પ્રોદ્યોગિકી, સેમીકંડક્ટર, સ્વાસ્થ્ય અને ચિકિત્સા ક્ષેત્ર તથા શિક્ષણ ક્ષેત્ર અને કૌશલ્ય ક્ષેત્ર પર કરવામાં આવ્યા છે.
સ્કીલ ડેવલપમેન્ટનો વ્યવસાય વૈશ્વિક સ્તરે આગળ વધારવો જોઈએ: PM મોદી
ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપુરની શ્રેષ્ઠ કંપનીઓના CEOs સાથે મુલાકાત કરી અને ભારતમાં રોકાણ કરવા માટે અપીલ કરી છે. ઉદ્યોગપતિઓને અપીલ કરતા પીએમ મોદીએ કહ્યું કે, મને એક વિષય મુખ્ય દેખાઈ રહ્યો છે અને જે છે સ્કીલ ડેવલપમેન્ટ. આ વિષય વૈશ્વિક સ્તરે નોકરી માટે મહત્ત્વનો છે. અને કહ્યું કે, જો તમારી કંપીનીઓ વિશ્વ સ્તરે કેવી રીતે ચાલી રહી છે તેનો સર્વે કરો અને તેને અનુસાર ભારતમાં સ્કીલ ડેવલપમેન્ટ માટે રોકાણ કરો. આ માર્કેટમાં તમે રોકાણ કરશો તો વૈશ્વિક સ્તરે તમારી કંપની સારું એવો નફો મેળવી શકશે.
ભારતમાં રાજકીય સ્થિરતા છે: PM મોદી
વધુમાં કહ્યું કે, અમે ગ્લોબલ વોર્મિંગને એક મોટી સમસ્યા માનીએ છીએ. અમે પૂર્વાનુમાનિત અને પ્રગતિશીલ નીતિઓ સાથે આગળ વધી રહ્યા છીએ. ભારતમાં રાજકીય સ્થિરતા છે. અમે સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં આક્રમક રીતે આગળ વધી રહ્યા છીએ. ભારતમાં ટીયર 2 અને ટીયર 3 શહેરોમાં સ્ટાર્ટઅપ તેજી સાથે આગળ વધી રહ્યો છે.









