પહેલગામ આતંકવાદી હુમલા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા બદલા અંગેના નિર્ણય બાદ માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) પણ ચિંતામાં મુકાઈ ગયું છે. યુએનએસસીને વિશ્વાસ છે કે ભારત પાકિસ્તાનના આતંકવાદીઓ સામે કડક બદલો લેશે. આ કારણોસર, બંને દેશો વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને, UNSC એ એક કટોકટી બેઠક બોલાવી છે.
યુએનએસસી પ્રમુખે કહ્યું કે સુરક્ષા પરિષદની બેઠક ટૂંક સમયમાં યોજાઈ શકે છે, તેમણે બે પરમાણુ સશસ્ત્ર દક્ષિણ એશિયાઈ દેશો વચ્ચે વધતા તણાવ પર ચિંતા વ્યક્ત કરી. આ બેઠકનો ઉદ્દેશ્ય તણાવ ઘટાડવા માટે ચર્ચા કરવાનો અને ઉકેલો શોધવાનો રહેશે.













