પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ દિસનાયકે તરફથી મળેલું સન્માન મારા અને ભારતના લોકો માટે સન્માન અને ગર્વની વાત છે. હું શ્રીલંકાના લોકોની ધીરજ અને હિંમતની પ્રશંસા કરું છું. શ્રીલંકાને પ્રગતિના પંથે જોઈને હું ખુશ છું. શ્રીલંકામાં PM મોદીનું 'મિત્ર વિભૂષણ' દ્વારા સન્માન કરવામાં આવ્યુ છે. આ સમયે પીએમે કહ્યું હતુ કે, આ મારું નથી, 140 કરોડ ભારતીયોનું સન્માન છે.


મિત્ર વિભૂષણથી સન્માન થવું એ મોટી વાતઃ પીએમ

PMના મિત્ર વિભૂષણ શ્રીલંકામાં મળ્યા ત્યારે તેમણે કહ્યું કે, આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. પીએમ નરેન્દ્ર મોદીને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે દ્વારા 'મિત્ર વિભૂષણ' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આ મારું સન્માન નથી. પરંતુ ભારતના 140 કરોડ લોકોનું સન્માન છે. કોલંબોમાં વડાપ્રધાન મોદીનું ગાર્ડ ઓફ ઓનરથી સન્માન કરવામાં આવ્યું હતું. પીએમએ કહ્યું કે આ ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને ગાઢ મિત્રતાને શ્રદ્ધાંજલિ છે. તેમણે કહ્યું કે ભારત ત્રિંકોમાલીમાં તિરુકોણેશ્વરમ મંદિરના જીર્ણોદ્ધારમાં સહયોગ કરશે. ભારત અનુરાધાપુરા મહાબોધિ મંદિર પરિસરમાં પવિત્ર શહેર અને 'નુરેલિયા'માં 'સીતા એલિયા' મંદિરના નિર્માણમાં પણ સહયોગ કરશે.

ભારત-શ્રીલંકા વચ્ચે 7 સમજૂતી કરાર

પીએમ મોદીને સન્માનિત કર્યા બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને દેશ વચ્ચે 7 જેટલા કરારો થયા છે. આ કરારો સ્વાસ્થ્ય, રક્ષા, ટેક્નોલોજી જેવા વિવિધ ક્ષેત્રમાં કરવામાં આવ્ય છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દિસાનાયકેની ઉપસ્થિતિમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 

  • Follow us on: