- છેલ્લા 12 દિવસથી યુદ્ધનો અંત નથી આવી રહ્યો
- મહસૂદ અબ્બાસ સાથે PM મોદીએ કરી વાતચીત
- ગાઝાની હોસ્પિટલ પર થયેલા હુમલાને લઇ દુખ વ્યક્ત કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝાની અલ-અહલી બેપ્ટિસ્ટ હોસ્પિટલ પર થયેલા હુમલાને લઈને પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે વાત કરી હતી. PM નરેન્દ્ર મોદીએ ગાઝાની અલ-અહલી બેપ્ટિસ્ટ હોસ્પિટલ પર થયેલા હુમલાને લઈને પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે વાત કરી હતી.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (19 ઓક્ટોબર) પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન, તેમણે ગાઝાની અલ-અહલી હોસ્પિટલમાં વિસ્ફોટમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
પીએમ મોદીએ કહ્યું, “મહમૂદ અબ્બાસ સાથે વાતચીતમાં ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં નાગરિકોના મોત પર શોક વ્યક્ત કર્યો. અમે પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખીશું. અમે આતંકવાદ, હિંસા અને પ્રદેશમાં બગડતી સુરક્ષા સ્થિતિ પર અમારી ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. અમે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે ભારતની લાંબા સમયથી ચાલતી સૈદ્ધાંતિક સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો.
17 ઓક્ટોબરના રોજ હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટમાં 450થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. હમાસનો દાવો છે કે ઈઝરાયેલે હવાઈ હુમલો કર્યો હતો. જ્યારે ઈઝરાયેલનું કહેવું છે કે તે જવાબદાર નથી. હમાસના રોકેટમાંથી વિસ્ફોટ થયા છે. તમને જણાવી દઈએ કે પેલેસ્ટાઈનમાં મહમૂદ અબ્બાસની સરકાર છે અને ગાઝામાં હમાસનું શાસન છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરના રોજ યુદ્ધ શરૂ થયું, જ્યારે હમાસે ઈઝરાયેલમાં ઘૂસીને નાગરિકોને નિશાન બનાવ્યા. આ પછી ઈઝરાયેલે ગાઝા પર હવાઈ હુમલા શરૂ કર્યા. આ યુદ્ધ સતત 13મા દિવસે ચાલુ છે.