• વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEમાં ભવ્ય સ્વાગત
  • કલાઈમેટ ચેન્જ એક વૈશ્વિક સમસ્યા : PM મોદી
  • આખી દુનિયાને એક થઈને કામ કરવું પડશે: PM મોદી

PM નરેન્દ્ર મોદી COP28 ક્લાઈમેટ સમિટમાં ભાગ લેવા માટે 30 નવેમ્બરની રાત્રે દુબઈ પહોંચ્યા હતા. ઈન્ડિયન ડાયસ્પોરાએ હોટલની બહાર PM મોદીનું સ્વાગત કર્યું હતું. વિશ્વ જળવાયુ એક્શન સમિટમાં PM મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારત 2028માં COP33નું આયોજન કરવા તૈયાર છે.

UAEમાં હાઈપ્રોફાઈલ COP28 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 'દરેકના પ્રયાસોએ એ માન્યતામાં વધારો કર્યો છે કે વિશ્વ કલ્યાણ માટે દરેકના હિતોનું રક્ષણ અને ભાગીદારી જરૂરી છે.' સંબોધન દરમિયાન, તેમણે કહ્યું કે ભારત 2028 માં આબોહવા પરિવર્તન પર આ સમિટની યજમાની કરવા માટે તૈયાર છે. એક મોટી જાહેરાત કરતા, પીએમ મોદીએ દરેકને પ્રસ્તાવ મૂક્યો કે ભારતને આગલી વખતે COP33ની યજમાની કરવાની તક આપવી જોઈએ.

આખી દુનિયાને એક થઈને કામ કરવું પડશે: PM મોદી

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં ભાગ લેવા દુબઈ પહોંચ્યા હતા. PMએ કહ્યું કે ભારતને આશા છે કે UAE દ્વારા આયોજિત COP28 કોન્ફરન્સ અસરકારક આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં નવી ગતિ લાવશે. વડાપ્રધાને કહ્યું કે, આ ચાવીરૂપ ક્ષેત્રમાં UAE સાથે દેશની ભાગીદારી વધુ મજબૂત બની રહી છે, જે ભવિષ્યના વિઝનથી પ્રેરિત છે. PM એ કહ્યું કે બંને દેશો ઉર્જા સુરક્ષા અને ઉર્જા ક્ષેત્રમાં એકબીજાની શક્તિનો લાભ લઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ભારત અને UNE વચ્ચેનો કાયમી સંબંધ ઘણા આધારસ્તંભો પર આધારિત છે અને અમારા સંબંધોની ગતિશીલતા અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા વ્યક્ત થાય છે. 

ભારતની પાંચ મહત્વાકાંક્ષી પ્રતિબદ્ધતાઓ વિશે કરી વાત

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, COP27 કોન્ફરન્સ દરમિયાન, મેં કલાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે પંચામૃત નામની ભારતની પાંચ મહત્વાકાંક્ષી પ્રતિબદ્ધતાઓ આપી હતી. જેમાં 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતા સુધી પહોંચવું, 2030 સુધીમાં નવીનીકરણીય ઉર્જામાંથી ભારતની 50 ટકા ઊર્જા જરૂરિયાતો હાંસલ કરવી, 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનને એક અબજ ટન સુધી મર્યાદિત કરવું, 2030 સુધીમાં 45% દ્વારા કાર્બન આધારિત અર્થવ્યવસ્થા વિકસાવવી અને વર્ષ 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જનને શૂન્ય સુધી ઘટાડશે જેવી પ્રતિબદ્ધતાઓ સામેલ છે.

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE)ની બે દિવસીય મુલાકાતે છે. તેઓ UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનના આમંત્રણ પર ગુરુવારે મોડી રાત્રે દુબઈ પહોંચ્યા હતા. COP28 સમિટ 30 નવેમ્બરે શરૂ થઈ હતી, જે 12 ડિસેમ્બર સુધી ચાલશે. પરંતુ આ દરમિયાન પીએમ મોદી આજે જ ભારત પરત ફરશે.

  • Follow us on: