લાઓસની રાજધાની વિયનતિયાનેમાં ઈસ્ટ એશિયા શિખર સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 19મા પૂર્વ એશિયા શિખર સંમેલનને સંબોધિત કર્યું હતું. વર્તમાન યજમાન અને આગામી સંમેલનનના યજમાન પછી પૂર્વ એશિયા શિખર સંમેલનને સંબોધિત કરવા આમંત્રણ પાઠવવામાં આવતા પ્રથમ નેતા પીએમ મોદી રહ્યા. આ મોટી સફળતાની રીતે જોવાઈ રહ્યું છે. અને આને આસિયાન દેશોની વચ્ચે ભારતના વધતા કદ અને અસર તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.
આ દરમ્યાન પીએમ મોદીનો ઉલ્લેખ એકમાત્ર એવા નેતા તરીકે કરાયો જેઓએ સૌથી વધુ પૂર્વ એશિયા શિખર સંમેલનોમાં સૌથી વધુ ભાગ લીધો છે. પીએમ 19મા પૂર્વ એશિયા શિખર સંમેલનોમાં નવમાં હાજર રહી ચુક્યા છે. પૂર્વ એશિયા શિખર સંમેલન (EAS)માં ભાગ લેનાર દેશોના રાષ્ટ્રાધ્યક્ષ, સરકાર, પ્રમુખોની બેઠકને ઉલ્લેખ કરે છે. જે વાર્ષિક આયોજિત કરવામાં આવે છે. પૂર્વ એશિયા શિખર સંમેલનની શરૂઆત વર્ષ-2005માં મલેશિયાના કુઆલાલંપુરમાં પ્રથમ એશિયન શિખર સંમેલનના આયોજનની સાથે થઈ હતી. પોતાના શરૂઆતમાં પૂર્વ એશિયા શિખસ સંમેલનમાં દેશ સામેલ થયા હતા.
આતંકવાદને ગંભીર પડકાર ગણાવ્યો
પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે પણ ગંભીર પડકાર છે. આનો સામનો કરવા માટે માનવતામાં વિશ્વાસ રાખતી શક્તિઓએ સાથે મળીને કામ કરવું પડશે. સાયબર, મેરીટાઇમ અને સ્પેસના ક્ષેત્રોમાં પણ પરસ્પર સહયોગને મજબૂત બનાવવો પડશે.










