• વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પર બાજ નજર
  • PM મોદીની યુદ્ધને લઈને વૈશ્વિક નેતાઓ સાથે સતત વાતચીત
  • PM મોદીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિ સાથે ફોન પર ચર્ચા કરી

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 23 દિવસથી લોહિયાળ યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયેલની નૌકાદળ અને વાયુસેના ગાઝામાં હમાસના સ્થાનો પર સતત બોમ્બમારો કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ યુદ્ધ પર નજર રાખી રહ્યા છે. પીએમ મોદી યુદ્ધને લઈને વૈશ્વિક નેતાઓ સાથે સતત વાત કરી રહ્યા છે. હવે પીએમ મોદીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે ફોન પર ચર્ચા કરી છે અને ગાઝાના લોકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

 મોદીએ રાષ્ટ્રપતિ અલ સીસી સાથે વાત કરી

[[$googlead]]

વાતચીત અંગે પીએમ મોદીએ X પર લખ્યું હતું કે, ગઈકાલે રાષ્ટ્રપતિ અલ સીસી સાથે વાત કરી હતી. અમે પશ્ચિમ એશિયામાં બગડતી સુરક્ષા અને માનવતાવાદી પરિસ્થિતિ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું. અમે આતંકવાદ, હિંસા અને નાગરિકોના જીવનના નુકસાન અંગે ચિંતાઓ શેર કરી છે. 'અમે ઝડપથી શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાની અને માનવતાવાદી સહાયની સુવિધા માટે સંમત છીએ.'

[[$alsoread]]

ભારત સરકાર તરફથી ગાઝામાં માનવતાવાદી સહાય મોકલ્યા બાદ પીએમ મોદીએ જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજા સાથે ફોન પર વાત કરી હતી. પીએમએ યુદ્ધને લઈને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને પેલેસ્ટાઈનના નેતા મહમૂદ અબ્બાસ સાથે પણ ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ જોર્ડન કિંગને કહ્યું હતું કે સુરક્ષા અને માનવીય કટોકટી જેવા મુદ્દાઓને જલદીથી ઉકેલવા જોઈએ. પીએમએ આતંકવાદ અને હિંસા પર પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતો.

ઈઝરાયેલે ગાઝામાં હુમલા તેજ કર્યા

ઈઝરાયેલે ગાઝામાં પોતાના હુમલા તેજ કર્યા છે. આ વિસ્તારમાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે ગાઝામાં 23 લાખ લોકોનો એકબીજા અને બહારની દુનિયાથી સંપર્ક તૂટી ગયો છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે આ યુદ્ધ હવે નવા તબક્કામાં પહોંચી ગયું છે. રક્ષા મંત્રી યોવ ગાલાંટે કહ્યું હતું કે ઈઝરાયેલની સેનાએ ગાઝામાં હમાસના આતંકવાદીઓને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. અમે ધીમે ધીમે સમગ્ર ગાઝાને કબજે કરવાની નજીક જઈ રહ્યા છીએ.

નોંધનીય છે કે, યુદ્ધના 23 દિવસમાં ગાઝામાં લગભગ 7700 લોકો માર્યા ગયા છે. મૃત્યુ પામેલાઓમાં 2900થી વધુ સગીરો અને 1500થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે હજુ પણ લગભગ 1700 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.

  • Follow us on: