વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શ્રીલંકા મુલાકાત ઘણી રીતે મહત્વની રહી છે. તેમને શ્રીલંકા સરકાર દ્વારા 'શ્રીલંકા મિત્ર વિભૂષણ સન્માન' એનાયત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ માછીમારોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે અમે માછીમારોની આજીવિકા સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. અમે સહમત છીએ કે આપણે આ બાબતે માનવતાવાદી પ્રતિભાવ સાથે આગળ વધવું જોઈએ. અમે માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા અને તેમની બોટ પરત મોકલવા પર પણ ભાર મૂક્યો હતો.
આજે એટલે કે રવિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શ્રીલંકા પ્રવાસનો પ્રથમ દિવસ છે. આ અંતર્ગત તેઓ વહેલી સવારે અનુરાધાપુરા પહોંચ્યા હતા. અહીં તેમણે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે સાથે જયા શ્રી મહા બોધિ મંદિરની મુલાકાત લીધી હતી.આ પછી પીએમ મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયાએ સંયુક્ત રીતે મહો-અનુરાધાપુરા રેલ્વે લાઇન માટે સિગ્નલિંગ સિસ્ટમ લોન્ચ કરી. આ ભારત સરકારની મદદથી પૂર્ણ થયેલો પ્રોજેક્ટ છે. પીએમ મોદીએ મહો-ઓમન્થાઈ રેલવે લાઈનના રેલવે ટ્રેકનું પણ ઉદ્ઘાટન કર્યું અને ટ્રેનને લીલી ઝંડી આપી.











