• રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદીનું કરાયુ સ્વાગત
  • ઝેલેન્સ્કીએ પીએમ મોદીને ગળે લગાવીને આવકાર્યા
  • પીએમ મોદી કીવની મુલાકાતે

યુક્રેનની રાજધાની કીવમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ મુલાકાત કરી. રાષ્ટ્રપતિ ભવનમાં ઝેલેન્સ્કીએ પીએમ મોદીનું સ્વાગત કર્યુ. તેમણે ગળે લગાવીને આવકાર આપ્યો. પીએમ મોદી ઝેલેન્સ્કીના ખભા પર હાથ મૂકેલા જોવા મળ્યા.

બંને નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

[[$googlead]]

[[$alsoread]]

વડાપ્રધાન મોદીએ કિવમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ યુક્રેન નેશનલ મ્યુઝિયમ પહોંચ્યા હતા. અહીં તેમણે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી. 


ગાંધીજીની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા

પીએમ મોદી લગભગ દસ કલાકની ટ્રેનની મુસાફરી બાદ કિવ પહોંચ્યા હતા. જ્યાં તેઓ સાત કલાક રોકાવાના છે. પીએમ મોદીએ કિવના AV ફોમિન બોટનિકલ ગાર્ડનમાં મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા હતા. આ પ્રતિમા 2020માં મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિ પર સ્થાપિત કરવામાં આવી હતી.


જ્યારે પીએમ મોદી યુક્રેનમાં ટ્રેનમાંથી ઉતર્યા

PM નરેન્દ્ર મોદી પોલેન્ડની સ્પેશિયલ રેલ ફોર્સ વન ટ્રેન દ્વારા કિવ પહોંચ્યા છે.. પીએમ મોદી ટ્રેનમાંથી ઉતરતાની સાથે જ કિવ સ્ટેશન પર પહોંચ્યા. યુક્રેનના ઘણા વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓએ હાથ જોડીને તેમનું સ્વાગત કર્યું.



  • Follow us on: