- બોહરા સમાજના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ પાકિસ્તાનના લોકોએ PM મોદીના કર્યા વખાણ
- 2024ની લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર મોદીની સરકાર બનશે: પાક.જનતા
- PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે (10 ફેબ્રુઆરી) મુંબઈમાં દાઉદી બોહરા સમુદાયની સૈફ એકેડમીના કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું
વિપક્ષી દળોએ વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મુસ્લિમ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાન પણ આ મુદ્દાને પ્રસારિત કરવામાં કોઈથી પાછળ નથી. ત્યાર બાદ આજે પડોશી દેશના લોકો માને છે કે, 2024ની સામાન્ય ચૂંટણીમાં માત્ર નરેન્દ્ર મોદી જ સત્તામાં આવશે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક રિપોર્ટર સવાલ પૂછતો જોવા મળી રહ્યો છે કે, પાકિસ્તાનના લોકો શા માટે ભારતના વડાપ્રધાનના ફોલો કરે છે.
ત્યાર બાદ પૂછ્યું હતું કે, ભારતના વડાપ્રધાન મુસ્લિમોની વિરુદ્ધ છે. તેના જવાબમાં પાકિસ્તાનના એક યુવકે કહ્યું હતું કે, ભારતમાં તેના કેટલાક મુસ્લિમ મિત્રો છે અને તે પીએમ મોદીથી ખૂબ જ ખુશ છે. દાઉદી બોહરા સમાજના કાર્યક્રમમાં જવા અંગે તેમણે કહ્યું હતું કે, કોઈ પ્રોજેક્ટ હિંદુ કે મુસ્લિમનો છે તેનાથી કોઈ ફરક પડવો જોઈએ નહીં. તેને ધર્મ સાથે ન જોડવો જોઈએ.
