• ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે હવે બ્રિટન ઉતર્યું યુદ્ધ મેદાનમાં
  • અમેરિકા બાદ હવે બ્રિટનના PM ઋષિ સુનકે પણ એન્ટ્રી કરી
  • હુમલા બાદ ઈઝરાયેલની સેના પણ હાઈ એલર્ટ પર 

હવે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની વચ્ચે બ્રિટન પણ આવી ગયું છે. બ્રિટનના PM સુનકે દાવો કર્યો છે કે, અમારા ફાઈટર જેટ્સે ઈરાનના ઘણા ડ્રોન તોડી પાડ્યા છે. હુમલા બાદ ઈઝરાયેલની સેના પણ હાઈ એલર્ટ પર છે.

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. દરમિયાન અમેરિકા બાદ હવે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પણ એન્ટ્રી લીધી છે. રવિવારે તેણે દાવો કર્યો હતો કે અમારા ફાઈટર જેટ્સે ઈરાનના ઘણા ડ્રોનને તોડી પાડ્યા છે. ઈરાન દ્વારા ઈઝરાયેલ પર હુમલા દરમિયાન આ ડ્રોન છોડવામાં આવ્યા હતા. સુનકે બંને દેશો વચ્ચે વધતા સંઘર્ષને રોકવા માટે શાંત રહેવાની હાકલ કરી હતી. મીડિયા સાથે વાત કરતા સુનાકે કહ્યું, હું પુષ્ટિ કરી શકું છું કે અમારા એરક્રાફ્ટે ઘણા ઈરાની ડ્રોનને તોડી પાડ્યા છે." સુનાકે કહ્યું કે અમે ઈઝરાયેલ અને તેની સુરક્ષાના પક્ષમાં છીએ. આ ચોક્કસપણે અમારી સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે વધુમાં કહ્યું કે હવે આપણે શાંતિ જાળવી રાખવાની જરૂર છે.

નેતન્યાહુએ યુદ્ધ અંગે બેઠક બોલાવી

ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોથી હુમલો કર્યો હતો. હુમલા બાદ ઈઝરાયેલની સેના પણ હાઈ એલર્ટ પર છે. ઈરાને કહ્યું છે કે, આ ઈઝરાયેલના હુમલાનો જવાબ છે. ઈરાનના આ હુમલા બાદ નેતન્યાહુએ યુદ્ધ બેઠક બોલાવી છે. બીજી તરફ અમેરિકાએ કહ્યું છે કે તે આ યુદ્ધમાં ઈઝરાયલની સાથે છે. ઈરાનને તેનો જવાબ મળશે.

અમેરિકા પણ ઈઝરાયેલની સાથે

ઈરાને હુમલાનો જવાબ આપવાની ચેતવણી આપ્યા બાદ ઈઝરાયેલ એલર્ટ પર છે. આપને જણાવી દઈએ કે, ઘાતક દમાસ્કસ હુમલાના જવાબમાં ઈરાને શનિવારની મોડી રાત્રે ઈઝરાયેલના પ્રદેશ પર પહેલો સીધો હુમલો કર્યો. આ પછી બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ઈરાન વિરુદ્ધ તાત્કાલિક જવાબી હુમલા માટે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને લીલી ઝંડી આપવાનો ઈન્કાર કરી દીધો છે. જોકે, અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે આ લડાઈમાં ઈઝરાયેલની સાથે છે.

  • Follow us on: