• અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે
  • ટ્રમ્પ, બાઈડેન હવે અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં
  • બાઈડેન છઠ્ઠી ડિસેમ્બરની ઘટનાનો પોતાના ભાષણોમાં ઉલ્લેખ કરતા રહે છે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના પ્રવક્તા જેમ્સ સિંગરે એક નિવેદનમાં કહ્યું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 'બીજી 6 જાન્યુઆરી' ઈચ્છે છે. આ નિવેદન શનિવારે ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ આવ્યું છે, જેમાં ટ્રમ્પે રક્તપાતનો ઉલ્લેખ કર્યો હતો. આ નિવેદનની નિંદા કરતા, પ્રવક્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકન લોકો આ નવેમ્બરમાં ટ્રમ્પને વધુ એક ચૂંટણી પરાજય આપવા જઈ રહ્યા છે કારણ કે તેઓ તેમના ઉગ્રવાદ, હિંસા પ્રત્યેના પ્રેમ અને બદલો લેવાની તેમની ભાવાનાને નકારવાનું ચાલુ રાખશે.

ડોનાલ્ડ ટ્રમ્પે શું નિવેદન આપ્યું હતું ?

એક રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે એ સમયે નિવેદન આપ્યું જ્યારે અમેરિકાની બહાર બની રહેલી કાર પર 100 ટકા ટેરિફનો વાયદો કરાયો હતો. ઓહિયોના ડેટન પાસે એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમે લાઈનમાં આવતી દરેક કાર પર 100 ટકા ટેરિફ લગાવશું. જો અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે નહિ ચૂંટાઉ તો દેશમાં લોહિયાળ યુદ્ધ થશે.

છઠ્ઠી જાન્યુઆરીએ શું થયું હતું ?

અમેરિકામાં છ જાન્યુઆરી વર્ષ-2021માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો બાઈડેનની જીત પછી યુએસ કેપિટોલ પર હુમલો થયો હતો. આ દરમિયાન હિંસા અને તોડફોડ થઈ હતી. આની અગાઉ વર્ષ-2020માં ચૂંટણીના પરિણામો બદલી નાખવાના પ્રયાસમાં ટ્રમ્પ સામે ગુંડાગર્દીના આરોપ લગાવાયા હતા. તેઓ આ આરોપો અંગે બોલતા એવું નિવેદન આપ્યું જેની પર વિવાદ થઈ જાય છે.

બીજી બાજું અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ પોતાના ભાષણોમાં છ જાન્યુઆરીની ઘટનાનો ઉલ્લેખ કરતા રહેતા હોય છે. તેમને તાજેતરમાં કહ્યું હતું કે નવેમ્બરમાં ચૂંટણીના પરિણામો લોકતંત્રના ભાગ્ય માટે મહત્ત્વ રાખે છે. આ હુમલો રિપબ્લિકન અને ટ્રમ્પના અભિયાન માટે એખ રાજનીતિક ખતરો બનેલો છે.

 

  • Follow us on: