• પાકિસ્તાનમાં વિદેશી મુદ્રા ભંડાર સતત ઘટ્યો
  • IMF લોન આપશે નહીં કારણ કે દેશ વધું દેવામાં ડૂબ્યો
  • ગરીબ પાકિસ્તાનમાં લોકોના ભવિષ્ય પર અનેક સવાલો

પાકિસ્તાન અત્યારે મોટા દેવા હેઠળ દબાયેલું છે તેનો વિદેશી મુદ્રા ભંડાર સતત ઘટી રહ્યો છે. 1947માં અસ્તિત્વમાં આવ્યા બાદ પાકિસ્તાનની હાલત આ સમયે સૌથી ખરાબ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે, તે પાકિસ્તાનને વધુ લોન આપી શકશે નહીં કારણ કે દેશ પહેલેથી જ ભારે દેવામાં ડૂબી ગયો છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે શનિવારે કહ્યું હતું કે, તમને ખબર પડશે કે પાકિસ્તાન ગરીબ બની રહ્યું છે. આપણે પહેલેથી જ ગરીબ દેશમાં જીવી રહ્યા છીએ.

પાકિસ્તાની રક્ષા મંત્રીના નિવેદનથી સમગ્ર પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે અને લોકો હવે વધુ પરેશાન થઈ રહ્યા છે. પાકિસ્તાનમાં સંકટ હવે એટલું ગંભીર બની ગયું છે કે ઘણી મોટી કંપનીઓએ જાહેરાત કરી છે કે, તેઓ પાકિસ્તાનમાં તેમનું કામકાજ બંધ કરી દેશે. આ જાહેરાત પાછળનું કારણ કાચા માલની ભારે અછત અને વિદેશી મુદ્રા ભંડાર છે. રિપોર્ટ્સ અનુસાર, મારુતિ સુઝુકીએ પાર્ટ્સની અછતને કારણે 21 ફેબ્રુઆરીએ પોતાનો પ્લાન્ટ બંધ કરી દીધો છે.

દૂધ 250માં, ચિકન 780માં વહેંચાયું

વર્તમાન કટોકટી 1971ની પાકિસ્તાની કટોકટી જેવી છે જ્યારે પાડોશી દેશ ભારત સામે યુદ્ધ હારી ગયો હતો. એ જ વર્ષે બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું હતું. આ બધામાં સૌથી વધુ પીડાતા પાકિસ્તાનના લોકો આસમાની મોંઘવારીને કારણે અછતનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનમાં દૂધ 250 રૂપિયા પ્રતિ લિટર અને ચિકન 780 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. IMFએ પાકિસ્તાનને આર્થિક સંકટ વચ્ચે ભૂખે મરતા ગરીબોને બચાવવા માટે અમીરો પર ટેક્સ લાદવાનું સૂચન કર્યું છે.

દેશનું ભવિષ્ય જોખમમાં

પાકિસ્તાનમાં આ પહેલા લોટ માટે નાસભાગ જોવા મળી છે. વિશ્લેષકોનું અનુમાન છે કે, ટૂંક સમયમાં પેટ્રોલિયમ અને અન્ય મૂળભૂત ચીજવસ્તુઓ માટે પણ આવી સ્થિતિ ઊભી થઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવની અસર ખેતી પર પણ પડશે. શાહબાઝ સરકારે લક્ઝરી સામાનની આયાત પર રોક લગાવી દીધી છે. ગયા અઠવાડિયે પાકિસ્તાનની વિદેશી મુદ્રા ભંડાર લગભગ 3.19 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું હતું. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે બે અઠવાડિયાથી વધુ નહીં ચાલે. વર્તમાન સંકટને જોતા લાગી રહ્યું છે કે, પાકિસ્તાન ભવિષ્યમાં કેવી રીતે આગળ વધશે અને લોકો આ ગરીબમાં કેવી રીતે જીવશે.


  • Follow us on: