- પોપ ફ્રાંસિસ જુલાઈમાં કેનેડાના પ્રવાસે જાય તેવી શક્યતા છે
- કેનેડા પ્રવાસ બાદ પોપ ફ્રાંસિસે મોસ્કો અને કીવ જવાની આશા વ્યકત કરી
- પોપ ફાંસિસે કેન્સર થયાની અફવા ફગાવી, કહ્યું તેમના ડોક્ટરે આ અંગે જાણ કરી નથી
વેટિકન સિટીના રહીશ પોપ ફ્રાંસિસે નજીકના સમયમાં રાજીનામા આપવાની વાતને ફગાવતા જણાવ્યું હતું કે ચાલુ મહિને તેઓ કેનેડા પ્રવાસે જવાનું આયોજન કરી રહ્યાં છે અને ત્યારપછી મોસ્કો અને કીવની મુલાકાતે જવાની આશા વ્યકત કરી હતી.
પોપ ફ્રાંસિસે તેમને કેન્સર થયો હોવાની અફવાને પણ નકારી દીધી હતી. તેમણે મજાકીયા અંદાજમાં કહ્યું કે તેમના ડોક્ટરે તેમને કેન્સર થયા અંગેની જાણ કરી નથી. ફાંસિસે કહ્યું કે ડોક્ટરે મને પહેલીવાર જણાવ્યું કે મને ઘુંટણની સમસ્યા છે, જે રોજીંદા કામકાજમાં તકલીફ પૈદા કરતી હતી. 85 વર્ષીય પોપ ફ્રાંસિસે ગત મહિને યુએસની સુપ્રિમ કોર્ટ દ્વારા ગર્ભપાત મુદ્દે આપાયેલા ચુકાદાની ટીકા કરી હતી.










