- સોમવારે તેણે વિશ્વભરના હિન્દુઓને શુભેચ્છા આપી હતી
- દાનિશ કનેરિયાએ અયોધ્યા દર્શન કરવા જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે
- અનિલ દલપત પછી તે બીજો હિન્દુ ખેલાડી છે કે જેણે પાક.નું પ્રતિનિધિત્વ કર્યું છે
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ તમામને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા અયોધ્યા દર્શન કરવા જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. સોમવારે તેણે વિશ્વભરના હિન્દુઓને શુભેચ્છા આપી હતી અને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તે ટૂંક સમયમાં અયોધ્યા મંદિર આવશે. દાનિશ કનેરિયાએ ટ્વિટ કરતા લખ્યું હતું કે 'જય શ્રીરામ' તમામ વિશ્વને દિવાળીને શુભેચ્છા અને તે રામ મંદિર રામ ભગવાનના દર્શન કરવા માગે છે તેવું પણ જણાવ્યું હતું. દાનિશની ટ્વિટના જવાબમાં એક યૂઝરે જવાબ આપતા કહ્યું છે કે તમને પણ દિવાળીની અનેક શુભેચ્છાઓ દાનિશ કૃપાશંકર ભાઈ. મા લક્ષ્મી તમને દરેક પ્રકારની સુખસમૃદ્ધિ પ્રદાન કરે. જય સિયારામ. દાનિશ કનેરિયાનું પૂરું નામ દાનિશ પ્રભાશંકર કનેરિયા છે. અનિલ દલપત પછી તે બીજો હિન્દુ ખેલાડી છે કે જેણે પાક.નું પ્રતિનિધિત્વ કર્યું છે.










