• રાષ્ટ્રપતિ દ્રૌપદી ત્રણ દેશોના છ દિવસીય યાત્રા પર
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને તિમોર-લેસ્તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન અપાયું
  • તિમોર લેસ્તેમાં ભારતીય દૂતાવાસની સ્થાપના થશે


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને જાહેર સેવામાં તેઓની સિદ્ધિ, શિક્ષણ અને સામાજિક સમર્પણ માટે તિમોર-લેસ્તેના રાષ્ટ્રપતિ જોસ રામોસ હોર્ટા દ્વારા દેશનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રેન્ડ કૉલર ઑફ ઓર્ડર ઑફ તિમોર લેસ્તેથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

[[$googlead]]

 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું કે, આ સન્માન ભારત અને તિમોર-લેસ્તેની વચ્ચે મિત્રતાના સંબંધોનું પ્રતિબિંબ છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી છ દિવસીય યાત્રા પર ફિઝી, ન્યૂઝીલેન્ડ અને તિમોર લેસ્તેના પ્રવાસ પર છે. તિમોર લેસ્તે આ છ દિવસીય પ્રવાસનો છેલ્લો તબક્કો છે. રાષ્ટ્રપતિની ત્રણ દેશોની છ દિવસીય પ્રવાસનો હેતુ ભારતની એક્સ ઈસ્ટ નીતિને આગળ ધપાવવાનો છે. 

[[$alsoread]]

   

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ફિઝીના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત

આ અગાઉ મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ફિઝીના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ધ ફિઝીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિએ બંને દેશોના સંબંધોની પ્રસંશા કરી હતી. અને જણાવ્યું હતું કે ભારત એક મજબૂત, સ્થિતિ સ્થાપક અને વધુ સમૃદ્ધ રાષ્ટ્ર બનવા માટે ફિઝીની સાથે ભાગીકારી કરવા માટે તૈયાર છે. આ કોઈ ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા ફિઝીની પ્રથમ યાત્રા હતી.

તિમોર લેસ્તેમાં ભારતીય દૂતાવાસની સ્થાપના થશે

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના તિમોર લેસ્તેના પ્રવાસ પહેા ભારતીય વિદેશ મંત્રાલયના સચિવે જાણકારી આપતા જણાવ્યું કે, જલ્દી જ ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવામાં આવશે. આ ઉપરાંત તેમને એવું પણ કહ્યું કે, તિમોર લેસ્તેનું વાણિજ્ય દૂતાવાસ પણ દિલ્હીમાં ખોલવામાં આવશે.


  • Follow us on: