•  નેલ્સન મંડેલાની બરોબરી કરી લેશે તો વાજપેયીથી આગળ નીકળી જશે

  • વડાપ્રધાન મોદી 22 જૂને અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધીને બરોબરી કરશે
  • ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાન રાબિન અમેરિકી સંસદને બે વાર સંબોધી ચૂક્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંકસમયમાં અમેરિકાની મુલાકાત લેવાના છે. અમેરિકી મુલાકાત વખતે વડાપ્રધાન મોદી અમેરિકી સંસદને પણ સંબોધવાના છે. અમેરિકી સંસદને બીજી વાર સંબોધન કરીને મોદી દક્ષિણ આફ્રિકાના મહાન નેતા નેલ્સન મંડેલાની બરોબરી કરી લેશે. વડાપ્રધાન મોદી અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધવાના છે તે જાણીને ભારતીય મૂળના સાંસદો પણ ખુશ છે. ભારતીય મૂળના અમેરિકી સાંસદ અને ઇન્ડિયા કોક્સના સહાધ્યક્ષ રો ખન્નાએ જણાવ્યું હતું કે અમેરિકી પ્રતિનિધિગૃહના સભાપતિ કેવિન મેક્કાર્થીને તેમણે અપીલ કરી છે કે સભાપતિ વડાપ્રધાન મોદીને અમેરિકી સંસદના સંયુક્ત સત્રની બેઠકને સંબોધન કરવા નિમંત્રણ આપે.

વડાપ્રધાન મોદી આ પહે લાં પોતાની અમેરિકા મુલાકાત દરમિયાન 8 જૂન 2016ના રોજ અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધી ચૂક્યા છે. હવે પોતાની આગામી અમેરિકી મુલાકાત વખતે વડાપ્રધાન મોદી 22 જૂન 2023ના રોજ બીજીવાર અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધશે. તે સાથે જ વડાપ્રધાન મોદી તે ચુનંદા મહાન નેતાઓની બરોબરી કરી લેશે કે જે નેતા અમેરિકી સંસદને બે કે તેથી વધુવાર અમેરિકી સંસદને સંબોધી ચૂક્યા છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ અને રંગભેદ વિરુદ્ધ લડાઇ લડી ચૂકેલા મહાન નેતા નેલ્સન મંડેલા તેમ જ ઇઝરાયલના પુર્વ વડાપ્રધાન યિત્ઝાક રાબિન અમેરિકી સંસદના સંયુકત સત્રને બે વાર સંબોધી ચૂકયા છે. તો વિસ્ટન ચર્ચિલ અને ઇઝરાયલના વર્તમાન વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ અમેરિકી સંસદને ત્રણ વાર સંબોધી ચૂક્યા છે.


  • Follow us on: