• UAEના પ્રવાસે પીએમ મોદીએ આજે વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને કર્યું સંબોધન
  • 27 એકરમાં બનાવવામાં આવેલ BAPS હિન્દુ મંદિરનું આજે થયું ઉદ્ઘાટન
  • આ મંદિર માટે BAPS સંસ્થાને UAE સરકારે દાનમાં આપી 27 એકર જમીન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ UAEના બે દિવસના પ્રવાસે છે. જેના ભાગ રૂપે ગઇકાલે તેમણે અબુધાબીના શેખ ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ ખાત અહલાન મોદી કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પહેલા એરપોર્ટ પર પીએમ મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે વડાપ્રધાન મોદીએ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને સંબોધન કર્યું હતું. જેમાં, તેમણે ભારત ગ્લોબલ ઈકોનોમીનું કેન્દ્ર હોવાની વાત પર ભાર મૂક્યો હતો. ત્યારે, જેની છેલ્લા કેટલાય સમયથી હરિભક્તિ રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે UAEના પ્રથમ ભવ્ય સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.


[[$googlead]]

PM મોદીએ કર્યું અબુધાબીના BAPS મંદિરનું ઉદ્ઘાટન

[[$alsoread]]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના અબુધાબી ખાતે 27 એકરમાં નિર્માણ પામેલ BAPS સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ ભારતની 7 પવિત્ર નદીઓના જળનો અભિષેક કર્યા બાદ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આજે વસંત પંચમીના દિવસે મહંત સ્વામી મહારાજ સહિત ગુરુજનોની હાજરીમાં વડાપ્રધાન મોદીએ UAEના ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. 

PM મોદીએ અનોખી રીતે આપ્યો વસુધૈવ કુટુંબકમનો સંદેશ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના અબુધાબી ખાતે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કર્યા ભગવાન સ્વામિનારાયણની પ્રતિમાના દર્શન કર્યા હતા. દર્શન બાદ પીએમ મોદીએ સમગ્ર મંદિરના દર્શન કરીને બેનમૂન નકકાશી કામ નિહાળી હતી. બાદમાં, પીએમ મોદીએ ખૂબ હથોડી અને ટાંકળી લઈને શિલ્પકારી પર હાથ અજમાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલ્પકારી કરીને અનોખી સંદેશ પાઠવ્યો હતો. તેમણે જે શિલ્પ પર પ્રતીકાત્મક શિલ્પકારી કરી હતી તેના પર વસુધૈવ કુટુંબકમ લખેલું હતું. આમ પીએમ મોદીએ સમગ્ર વિશ્વને વસુધૈવ કુટુંબકમનો સંદેશ આપ્યો.

પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન બાદ ગ્લોબલ આરતીમાં જોડાયું આખું વિશ્વ 

ઉદ્ઘાટન બાદ વિશ્વભરમાં એક સાથે ગ્લોબલ આરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં, દિલ્હી અક્ષરધામ, મુંબઈ, નાગપુર, કોલકાતા, અમદાવાદ, જાલંધર, જયપુર, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સુરત, ચેન્નાઈ, ઓસ્ટ્રેલીયા, ચીન, જાપાન, સિંગાપોર, ઓસાનિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકાના લોસ એન્જલિસ, ફોનિક્સ, ડલાસ ટેક્સાસ, હ્યુસ્ટન, શિકાગો, ડેટ્રોઇટ, વોશિંગ્ટન ડીસી, રૉબિન્સવિલે, એટલાન્ટા, રેલિઘ, સાસ્કાટૂન, ટોરેન્ટો, UKના લંડન અને લેસિસ્ટર, પોર્ટુગલ, ફ્રાંસ, જર્મની, ઑસ્ટ્રિયા, દક્ષિણ આફ્રિકા, બોત્સવના, ઝામ્બિયા, કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા, સહિત વિશ્વના અનેક શહેરોમાં આરતી કરવામાં આવી.

અબુધાબી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર પહોંચ્યા પીએમ મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીના BAPS સ્વામિનારાયણ મંદિર પહોંચી ગયા છે. દરમિયાન, પીએમ મોદીએ હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. અને હવે ટૂંક સમયમાં તેઓ આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. 

સંતોના આશીર્વાદથી આ શક્ય બન્યું: મંદિરના સંત

અબુધાબી ખાતે નિર્માણ પામેલ BAPS સ્વામિનારાયણ મંદિરને લઈને મંદિરના સંત સ્વામી બ્રહ્મવિહારીદાસે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ મંદિર સર્વ લોકો માટે બનાવવામાં આવ્યું છે ભગવાનની પરમ કૃપા અને તમામના સહકાર, અબુ ધાબીના શાસકની ઉદારતા, આપણાં વડાપ્રધાનની ઓળખ અને તમામ સંતોના આશીર્વાદથી મંદિરનું નિર્માણ કાર્ય સંભવ બન્યું છે. આ ક્ષણ દરેક માટે ઉજવણીની ક્ષણ છે અને કૃતજ્ઞતાનો દિવસ છે.

અભિનેતા દિલીપ જોશીએ કર્યા UAEના BAPS સ્વામિનારાયણ મંદિરના વખાણ

અબુધાબીના BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરને લઈને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ દિલીપ જોશી પણ પ્રતિક્રિયા આપી છે. દિલીપ જોશીને મંદિરના ઉદ્ઘાટનનું આમંત્રણ મળ્યું છે અને હાલ તેઓ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી છે. દિલીપ જોશીએ આ મંદિર વિષે વાત કરતાં કહે છે કે મંદિરને જોઈને વિશ્વાસ નથી થતો કે આટલું ભવ્ય અને સુંદર BAPS મંદિર નિર્માણ થયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે મંદિરનું પીએમ મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે પણ કાર્યક્રમમાં હાજર હતા અને આજે મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે ત્યારે પણ હાજર છે. દુબઈના રાજાનું દિલ મોટું છે કે તેમણે આ મંદિર બનાવવા માટે આટલી વિશાળ જમીન દાનમાં આપી. હું પ્રાર્થના કરીશ કે આ મંદિરથી સમગ્ર વિશ્વમાં સદભાવનાનો સંદેશ હંમેશા ફેલાતો રહે.

અભિનેતા અક્ષય કુમાર અબુધાબી મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચ્યા

PM મોદીને આવકારવા ઉમટી પડ્યા લોકો 

અબુધાબીના UAEના સૌથી મોટા BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે ત્યારે પીએમ મોદીને જોવા અને તેમને આવકારવા માટે અત્યારથી જ ભક્તિની ભારે ભીડ એકત્રિત થવા લાગી છે. એટલું જ નહીં, ઉદ્ઘાટન પહેલા જ લોકો મોદી-મોદી ના નારા લગાવી રહ્યા છે. 

અબુધાબીના BAPS હિન્દુ મંદિરના પ્રથમ દ્રશ્યો આવ્યા સામે

UAEના અબુધાબી ખાતે બોચાસણવાસી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના હિન્દુ મંદિરના પ્રથમ દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે એક મુસ્લિમ દેશના બનાવવામાં આવેલ એક હિન્દુ મંદિર કેટલું ભવ્ય અને દિવ્ય છે. આ મંદિરનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે.

BAPS મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન 

રાજસ્થાનના ગુલાબી બલુઆ પથ્થરો માંથી બનાવવામાં આવેલ અબુધાબીના પહેલા BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થઈ ગયો છે. હવે પીએમ મોદીના હસ્તે આ મંદિરને ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવશે. 

27 એકર જમીન પર બનાવાયું છે મંદિર

અબુધાબી ખાતે નિર્માણ પામેલ હિન્દુ મંદિરની વસ્તુ કળામાં UAEના સાત અમીરાતોનું પ્રતિનિધિત્વ કરતાં સાત મિનારા, ઊંટોની નક્કાશી અને રાષ્ટ્રીય પક્ષી બાજ પણ હિસ્સો છે. BAPS સ્વામિનારાયણ સંસ્થા દવાફર લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે દુબઈ-આભુ ધાબી શેખ જાયદ નેશનલ હાઇવે પર અલ રહબા પાસે અબૂ મરીખામાં 27 એકર જમીન પર બનાવવામાં આવેલ આ મંદિરનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. ખાસ વાત તો એ છે કે આ મંદિર માટે UAE સરકારે જમીન દાનમાં આપી છે.


  • Follow us on: