• રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સંસ્કૃતિને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે
  • હિંદ પ્રશાંતને સુનિશ્ચિત કરવું એ આપણું લક્ષ્ય છે
  • હિંદ પ્રશાંત ક્ષેત્રના વિકાસ અને આપસમાં હિતના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા 

અમેરિકાના રાષ્ટ્રપતિ Joe Biden એ મંગળવારે કહ્યું કે QUAD એ 'થોડા સમય માટે શરુ કરવામાં આવેલી કોઈ પહેલ નથી, પણ ઘણા મહત્વપૂર્ણ કામ કરવા બનાવવામાં આવી છે' Biden એ કહ્યું કે સમૂહના ચાર નેતા હિંદ પ્રશાંત ક્ષેત્ર માટે કામ કરવા અહીં ભેગા થયા છે અને કોશિશ કરી રહ્યા છે, જેનો મને ગર્વ છે.'

વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, જાપાનના ફુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીસે મંગળવારે QUAD ના નેતાઓની સામે બીજી બેઠકમાં હિસ્સો લીધો જેમાં હિંદ પ્રશાંત ક્ષેત્રના વિકાસ અને આપસમાં હિતના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી.

રાષ્ટ્રપતિ બાઈડને QUAD ના શિખર સંમેલનમાં મોદીનું સ્વાગત કરતા કહ્યું "આપસમાં આમને સામને ફરી વાર મળીને ખુશી થઇ." બાઈડને શિખર સંમેલનમાં કહ્યું "મુક્ત અને ખુલ્લો હિંદ પ્રશાંતને સુનિશ્ચિત કરવું એ આપણું લક્ષ્ય છે, જેથી તે અધિક સમૃદ્ધ થશે અને આપણા બધા સદસ્યો માટે સારો અવસર પ્રદાન કરશે, હું ભેગા થઈને કરવાના આ વિકાસ કાર્યમાં ભાગ લઇ, ભેગા થઈને સમૃદ્ધિ હાસલ કરવા માટે આર્થિક સહયોગ મજબુત કરી તમારા બધા સાથે મળીને કામ કરવા ઈચ્છુક છું.

QUAD માત્ર થોડા સમય માટે શરુ કરવામાં આવી નથી

એમણે કહ્યું કે "અમે બતાવી દીધું છે કે QUAD માત્ર અમુક સમય માટે ચાલુ નથી કરવામાં આવી પણ એનું કામ મહત્વપૂર્ણ કામ કરવાનું છે. અમે અહિયાં એક ક્ષેત્ર માટે કામ કરવા ભેગા થયા છીએ અને મળીને જે કરી રહ્યા છે તેના પર મને ગર્વ છે. અમારી આ મહત્વપૂર્ણ ભાગીદારીને આવનારા વર્ષોમાં ફૂલતા-ફાલતા જોઈ શકાશે.

સાથે જ Biden એ ઉમેર્યું કે Russiaના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સંસ્કૃતિને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે Ukraine ખિલાફ યુદ્ધ એ યુરોપીય પ્રોબ્લેમ કરતા પણ વૈશ્વિક મુદ્દો છે.


  • Follow us on: