અમેરિકામાં ક્વાડ દેશોના શિખર સંમેલનમાં યુનોમાં સુધારા પ્રત્યે પોતાનો ટેકો જાહરે કર્યો હતો. આ દરમ્યાન કાયમી અને હંગામી સભ્યોના વર્ગોમાં વિસ્તરણની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો. ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાએ વિલમિંગ્ટન જાહેરાતમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને વધુ પારદર્શી, કુશળ, પ્રતિનિધિક, લોકતાંત્રિક અને જવાબદારીપૂર્ણ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેઓએ જણાવ્યું કે, વિસ્તરણ કરેલા સુરક્ષા પરિષદમાં આફ્રિકા, એશિયા, લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોનો પ્રતિનિધિત્વ હોવું જોઈએ.
આ અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન વૈશ્વિક સંસ્થાનોમાં સુધાર માટે ભારતના મહત્ત્વપૂર્ણ અવાજને માન્યતા આપવાની વાત કરી, જેમાં ભારતને યુનોમાં કાયમી સભ્યપદ આપવાનું સમર્થન પણ સામેલ છે. વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર સંયુક્ત તથ્યપત્રમાં કહેવાયું છે કે, રાષ્ટ્રપતિ બાઈડેને વડાપ્રધાન નરેન્દ્ર સાથે જાહેર કર્યું કે, અમેરિકા વૈશ્વિક સંસ્થાઓમાં સુધારની પહેલનું સમર્થન કરે છે, જેથી ભારતની મહત્ત્વપૂર્ણ અવાજનો યોગ્ય મંચ મળે, જેમાં યુનોમાં ભારતનું કાયમી સભ્યપદ પણ સામેલ છે.













