• ઈઝરાયેલ ડ્રોન દ્વારા ગાઝામાં પેલેસ્ટાઈનીઓ પર રાખે છે નજર
  • ઇન્ટેલિજન્ટ એજન્સીઓની સુરક્ષા વ્યવસ્થાને લઇ અનેક તર્ક-વિતર્ક
  • ગાઝામાં એજન્સીઓની સિસ્ટમ યોગ્ય રીતે કામ ન કરતી હોવાનું અનુમાન

ગાઝામાં પેલેસ્ટાઈનીઓ પર ઈઝરાયેલ હંમેશા ડ્રોન દ્વારા બાજ નજર રાખે છે. સરહદી વિસ્તાર હમેશા સુરક્ષા કેમેરા અને સૈનિકો દ્રારા સંચાલિત છે. ઇન્ટેલિજન્ટ એજન્સીઓ તેમના સંસાધનો અને સાયબર તકનીકોનો ઉપયોગ કરીને ગોપનીય માહિતી મેળવતી રહે છે. પરંતુ ઉગ્રવાદી જૂથ હમાસના હુમલાને જોતા એવું લાગે છે કે ઈઝરાયેલની આ તમામ સુરક્ષા વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. હમાસના સેંકડો આતંકવાદીઓ સરહદ પાર કરીને ઇઝરાયેલમાં પ્રવેશ્યા અને રોકેટ હુમલાઓનો વરસાદ કર્યો. અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે.

ઈઝરાયેલ ડ્રોન દ્વારા ગાઝામાં પેલેસ્ટાઈનીઓ પર રાખે છે નજર

માનવામાં આવી રહ્યું છે કે, ઈઝરાયેલની ઇન્ટેલિજન્ટ એજન્સીઓ તેમની કામગીરી અને સિદ્ધિઓને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરી શકે છે.આ ઇન્ટેલિજન્ટ એજન્સીઓની મદદથી, ઇઝરાયલે પશ્ચિમ કાંઠે રચેલા ઘણા કાવતરાઓને નિષ્ફળ બનાવ્યા, દુબઇમાં કથિત રીતે હમાસના ઉગ્રવાદીઓને ખતમ કર્યા અને ઇરાનમાં પ્રવેશ્યા પછી, ઇરાની પરમાણુ વૈજ્ઞાનિકો પર હુમલો કર્યો અને તેમને મોતને ઘાટ ઉતાર્યા. પરંતુ હમાસના હુમલા બાદ ઈઝરાયેલની જાસૂસી એજન્સીઓની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. તે જ સમયે દુશ્મનનો સામનો કરવા માટે દેશની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો થઇ રહ્યા છે.

24 કલાકથી વધુ સમય બાદ પણ હમાસના ઉગ્રવાદીઓ ઈઝરાયેલની અંદર ઈઝરાયેલની સૈનિકો સામે લડી રહ્યા છે તો બીજી તરફ ગાઝામાં ડઝનબંધ ઈઝરાયેલ હમાસની કેદમાં છે. આ હુમલા બાદ નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત છે. તેઓ હજુ પણ એ સવાલનો જવાબ શોધી રહ્યા છે કે હમાસે આટલો મોટો હુમલો કેવી રીતે કર્યો અને ઈઝરાયલની સુરક્ષા વ્યવસ્થાને તેની જાણ સુદ્ધાં નથી. PM બેન્જામિન નેતન્યાહુના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર યાકોવ અમિદ્રરે કહ્યું. "આ હુમલો ખરેખર સાબિત કરે છે કે ગાઝામાં (ગુપ્તચર) સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતી નથી.

સુરક્ષા વ્યવસ્થાને લઇ અનેક તર્ક-વિતર્ક

જો કે, ઈઝરાયેલની ઇન્ટેલિજન્ટ એજન્સીઓએ હુમલાને લઇ વાત કરવાની ટાળી હતી અને કહ્યું હતું કે જ્યારે બધું શાંત થઈ જશે, આ જવાબ ઉપરથી અનેક નિષ્ણાતો ટીકા કરી રહ્યા છે. ઈઝરાયેલની ઇન્ટેલિજન્ટ એજન્સીઓએ આ હુમલા પહેલા કઇ ભૂલ રહી ગઇ અને આ ઘટના કેવી રીતે બની તે માટે કઇક વિચારવું જોઇએ. આર્મીના મુખ્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિઅર હગારીએ સ્વીકાર્યું હતું કે સેનાએ જનતાને ખુલાસો આપવો પડશે. કે અત્યારે સ્પષ્ટ કરવાનો સમય નથી. પહેલા આપણે લડીએ, પછી તપાસ થશે. તે જ સમયે, કેટલાક નિષ્ણાતો માને છે કે માત્ર ગુપ્તચર તંત્રને દોષ આપવો તે યોગ્ય નથી પરંતુ અનેક કારણો જવાબદાર હોઇ શકે છે.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરનાર એક ઇજિપ્તીયન ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું કે ઇજિપ્તે વારંવાર ઇઝરાયેલીઓને હુમલાને લઇ ચેતવણી આપી હતી જોકે ઇઝરાયલીએ ચેતવણીઓને નજરઅંદાજ કરી હતી. જો આ ચેતવણીથી તમામ એજન્સીઓ સતર્ક થઇ ગઇ હોત તો પરિણામ કઇ ક અલગ જ હોત. સુરક્ષા એજન્સીઓ પર આવા અનેક સવાલો  ઉઠી રહ્યા છે.


  • Follow us on: