• સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીયોને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ PM મોદી પર કર્યા પ્રહારો
  • ભારત જોડો યાત્રા દ્વારા નફરતની બજારમાં મોહબ્બતની દુકાન ખોલી: રાહુલ ગાંધી
  • દેશમાં લોકોને ડરાવવામાં આવી રહ્યા છે અને સંસ્થાઓનો દુરુપયોગ થયો: રાહુલ

રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. બુધવારે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીયોને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે તેમણે ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દેશમાં લોકોને ડરાવવામાં આવી રહ્યા છે અને સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે પીએમ મોદીને લાગે છે કે તેઓ બધુ જાણે છે. તેઓ વૈજ્ઞાનિકોને વિજ્ઞાન સમજાવી શકે છે. તેઓ ભગવાનને પણ સમજાવી શકે છે. કેટલાક લોકો માને છે કે તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે. ભારતમાં અલગ-અલગ ભાષા અને અલગ-અલગ ધર્મના લોકો એકસાથે રહેતા હતા. એવું માનવું ખોટું છે કે એક વ્યક્તિ બધું જ જાણે છે.

[[$googlead]]

[[$alsoread]]

સાન ફ્રાન્સિસ્કોમાં કાર્યક્રમમાં ભારતીયોને સંબોધતા તેમણે કહ્યું હતું કે મેં ભારત જોડો યાત્રા દ્વારા નફરતની બજારમાં મહોબ્બતની દુકાન ખોલી છે. પ્રવાસ દરમિયાન લોકોએ મને પૂછ્યું હતું કે તમે થાકતો નથી. મેં કહ્યું ના, આખું ભારત મારી સાથે જઈ રહ્યું છે.

'બધા પ્રયત્નો પછી પણ યાત્રા અટકી નહીં'

તેમણે કહ્યું હતું કે તે સમયે જે પ્રેમ મળી રહ્યો હતો તે દરમિયાન કોઈ થાકતું નથી. એકબીજાને મદદ કરતા હતા. જ્યારે બધા તમારી સાથે ચાલવા લાગે છે ત્યારે તમને એક અલગ પ્રકારની ઉર્જા મળે છે. તેને રોકવાના તમામ પ્રયાસો બાદ પણ યાત્રા પૂર્ણ થઈ હતી. જોકે પાછળથી ખબર પડી કે આ પ્રવાસમાં ચાલવું એટલું સરળ નહોતું.

'નવા સંસદ ભવનનો મુદ્દો ધ્યાન હટાવવા માટે'

રાહુલે વધુમાં કહ્યું હતું કે ભાજપ-આરએસએસ બંધારણ પર હુમલો કરી રહ્યા છે. સાથે જ નવા સંસદ ભવનનો મુદ્દો બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો છે. દેશના મુસ્લિમો અનુભવી રહ્યા છે કે તેમના પર વધુ હુમલા થઈ રહ્યા છે. જ્યારે ભારત નફરતમાં માનતું નથી. રાહુલ ગાંધી તેમના 10 દિવસના પ્રવાસ માટે મંગળવારે રાત્રે અમેરિકા પહોંચી ગયા છે. રાહુલ ગાંધી 10 દિવસમાં અનેક અલગ-અલગ કાર્યક્રમોમાં સામેલ થશે.

રાહુલે કહ્યું- મીડિયા જે બતાવે છે તે ભારત નથી

રાહુલે કહ્યું હતું કે આજે દેશમાં મુસ્લિમો સાથે જે થઈ રહ્યું છે તે 80ના દાયકામાં દલિતો સાથે થયું હતું. આપણે આને પ્રેમથી જીતવું છે, નફરતથી નહી. ભારતીય મીડિયા પર કટાક્ષ કરતા તેમણે કહ્યું હતું કે ભારત વાસ્તવમાં એવું નથી જે મીડિયા બતાવે છે. મીડિયા કથાને પ્રોત્સાહન આપે છે.


  • Follow us on: