- પાકિસ્તાનના આતંકવાદી કાવતરાનો ભારતે હંમેશા કર્યો વિરોધ
- રાજનાથ સિંહે પાકિસ્તાનને કાશ્મીરનું રટણ કરવાનું ભૂલી જવાની ચેતવણી આપી
- અમારા ઘરમાં ઘૂસીને અમને મારવાની કોઈ હિંમત કરતું નથી અમે સિંહ છીએ: પાકિસ્તાની
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હાલના વર્ષોમાં સારા રહ્યા નથી. તેની પાછળનું મુખ્ય કારણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા આતંકવાદી કાવતરા હતા જે તે હંમેશા ભારત વિરુદ્ધ કરતું આવ્યું છે. આ કારણે ભારત અનેકવાર પાકિસ્તાનને આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવાની ચેતવણી આપી રહ્યું છે. હાલમાં જ ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે પાકિસ્તાનને કાશ્મીરનું રટણ કરવાનું ભૂલી જવાની ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, અમે પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું.
ભારતના રક્ષામંત્રીના નિવેદન અંગે શોએબ મલિક નામનો પાકિસ્તાની યુટ્યુબર પાકિસ્તાનના લોકો પાસેથી જવાબ લેવા માંગતો હતો. આ દરમિયાન પાકિસ્તાની લોકોએ જવાબ આપ્યો કે હાલમાં પાકિસ્તાન તરફથી કોઈ મજબૂત સમુદાય અને સેના નથી. અમારા ઘરમાં ઘૂસીને અમને મારવાની કોઈ હિંમત કરતું નથી અમે સિંહ છીએ.










