- તાઈવાનમાં રાહત કામગીરી દરમિયાન ફરી ભૂકંપના આંચકા
- ભૂકંપના આંચકા વચ્ચે નમી ગયેલી ઈમારતને હટાવવાનું કામ રોકી દેવાયું
- તાઈવાનમાં ભયના માહોલ વચ્ચે આજે 5.2ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો
આજથી ઠીક ચાર દિવસ પહેલા આવેલા 7.4ની તીવ્રતાના ભૂકંપ બાદ તાઈવાનમાં સતત આંચકા અનુભવાઈ રહ્યા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે ભૂકંપના કારણે 600થી વધુ લોકો હજુ પણ ક્યાંક ફસાયેલા છે. જેમના સુધી રાહત પહોંચી નથી. દરમિયાન, તાઈવાનમાં ભૂકંપના કારણે નમેલી ઈમારતને તોડી પાડવાનું કામ ચાલી રહ્યું હતું, પરંતુ તાજેતરના ભૂકંપ બાદ હજુ પણ સતત આંચકા અનુભવાઈ રહ્યા છે અને આ દરમિયાન અડધી નમેલી ઈમારતને તોડી પાડવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે.
તાઈવાનમાં આવેલા ભૂકંપ વચ્ચે નમેલી ઈમારતને તોડી પાડવાનું કામ અટકી ગયું













