રશિયાના કઝાન શહેરમાં શનિવારે સવારે અમેરિકાના 9/11 જેવો હુમલો થયો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર કઝાનમાં 8 ડ્રોન હુમલા થયા હતા જેમાંથી 6 રહેણાંક ઈમારતો પર થયા હતા. આ હુમલો મોસ્કોથી 800 કિલોમીટર દૂર થયો હતો. હજુ સુધી હુમલામાં કોઈના માર્યા ગયા હોવાના સમાચાર નથી.
હુમલાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ઘણા ડ્રોન ઈમારતો સાથે અથડાતા દેખાય છે. આ હુમલા બાદ રશિયાના બે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. રશિયાના કઝાન શહેર પરના આ હુમલાની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે કારણ કે આ જ વર્ષે 2024માં રશિયાના આ શહેરમાં બ્રિક્સ સંમેલન યોજાયું હતું. 2001માં આતંકવાદીઓએ આવી જ રીતે 4 પ્લેન હાઇજેક કરીને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો હતો. તેમાંથી 3 પ્લેન એક પછી એક અમેરિકાની 3 મહત્વની ઈમારતો પર તૂટી પડ્યા હતા. પ્રથમ ક્રેશ રાત્રે 8:45 વાગ્યે થયો હતો. બોઇંગ 767 વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવર સાથે અથડાયું હતું. 18 મિનિટ પછી, બીજું બોઇંગ 767 બિલ્ડિંગના સાઉથ ટાવર સાથે અથડાયું હતું.













