- શુક્રવારે ફરી એકવાર રશિયાએ યુક્રેન પર કર્યો હુમલો
- હુમલામાં 10 વર્ષનું બાળકનું મોત. અન્ય 23 વ્યક્તિ ઇજાગ્રસ્ત
- અજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. 550 દિવસથી વધુ ચાલેલા યુદ્ધમાં હજારો સૈનિકો અને લોકોએ જીવ ગુમાવ્યા છે. શુક્રવારે ફરી એકવાર રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવાની માહિતી સામે આવી છે.
રશિયન હુમલો ખાર્કિવના પૂર્વ વિસ્તારમાં રહેણાંક મકાનોને નિશાન બનાવામાં આવ્યું છે. આ હુમલામાં એક 10 વર્ષના બાળકનું મોત થયું હતું, જ્યારે 23થી વધુ લોકો ઘાયલ થયા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી અહીં રોજેરોજ ગોળીબાર થઈ રહ્યો છે. અધિકારીઓએ એક નિવેદનમાં કહ્યું હતું કે, રશિયા દ્વારા નાગરિકો પર બીજો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 10 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાદેશિક ગવર્નર ઓલેગ સિનેગુબોવે જણાવ્યું હતું કે બાળક સહિત 23 લોકો ઘાયલ થયા છે અને હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે.













