• યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સરકારમાં મોટા ફેરફાર
  • રશિયા સાથે યુદ્ધમાં ઝેલેન્સકીની સ્થિતિ દયામણી
  • યુક્રેનના પાંચ કેબિનેટ મંત્રીઓના રાજીનામા


રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેને રશિયાના ઘણા ભાગો અને જાનહાનિ કરી છે. એવામાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના પાંચ મંત્રીઓએ એકસાથે રાજીનામા ધરી દેતા યુક્રેનમાં ભૂકંપ આવ્યો છે. આ મંત્રીઓએ કયા કારણોથી રાજીનામા આપ્યા આ અંગેની જાણકારી સામે આવી નથી. 

જે પાંચ કેબિનેટ પ્રધાનોએ રાજીનામા આપ્યા છે તેમાં ડેપ્યુટી વડાપ્રધાન ઓલ્હા સ્ટેફનિશિના, સ્ટ્રેટેજિક ઈન્ડસ્ટ્રીઝ મંત્રી એલેક્ઝાંડર કામિશિન, કાયદા મંત્રી ડેનિસ માલિયુસ્કા, પર્યાવરણ મંત્રી અને એક અન્ય મંત્રીએ રાજીનામું આપ્યું છે. આ સિવાય રાજ્ય સંપત્તિ નાણા પ્રમુખે પદભાર સંભાળ્યાના નવ મહિના પછી રાજીનામું આપ્યું છે. આગામી નંબર કોનો હશે તેની પર ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રી દમિત્રી કુલેબા પણ રાજીનામું આપી શકે છે.

મળતી માહિતી અનુસાર, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ઘણા ક્ષેત્રોમાં નુકસાનનો સામનો કરી રહ્યા છે. તેઓ યુદ્ધમાં આંચકા પછી આઘાતનો સામનો કરી રહ્યા છે. ઝેલેન્સકીની સેના કુર્સ્ક અને અન્ય સરહદી પ્રાંતોમાં હારનો સામનો કરી રહી છે. આ હારને ટાળવા માટે, યુક્રેનિયન દળોએ હવે રશિયન ધરતી પર હુમલા તેજ કર્યા છે. આ સિવાય રશિયાએ છેલ્લા 3 દિવસમાં યુક્રેનમાં જે રીતે આતંક મચાવ્યો છે તે પછી ઝેલેન્સકીની સેના પણ જવાબી કાર્યવાહીના મોડમાં આવી ગઈ છે. ટાવર અને ક્રિમીઆમાં યુક્રેનનો હુમલો તેનું પરિણામ છે.યુક્રેન હારની નજીક પહોંચ્યું

યુક્રેન સૈન્ય દળ રશિયાની અંદર અને યુદ્ધના મેદાનમાં ભીષણ હુમલા કરી પરત આવવાનો પ્રયાસ કરી રહી છે. યુક્રેને રશિયાના કેલિનિનગ્રાંડમાં ભયંકર હુમલો કર્યો. વિસ્ફોટ પછી રહેણાક વિસ્તારમાં આગ લાગી હતી. આ ઉપરાંત નિપર નદીમાં યુક્રેને અડધો ડઝન બોટ ડૂબાડી દીધી છે. ડોનેસ્કમાં યુક્રેની ફોર્સના રશિયાના બે ઠેકાણાઓને નાશ કર્યો છે. ડોનેસ્કના ક્રાંસ્ત્રોમાં યુક્રેને રશિયન સૈન્યના કોલમને વિનાશ કર્યો છે.

યુક્રેન ગોરિલા હુમલા ભલે કરી રહ્યું હોય પરંતુ સત્ય તો એ છે કે દરરોજ યુક્રેન હારની નજીક પહોંચી રહ્યું છે. હાર ત્યારે ટળી શકે છે જયારે યુક્રેનને જરૂરી હથિયારનો જથ્થો મળે. આ વાત ઝેલેન્સકી જાણે છે. આ કારણથી ઘણા દેશોથી તેઓ હથિયારની માંગ કરી રહ્યા છે. આ ક્રમમાં ઝેલેન્સકીએ નેધરલેન્ડના વડાપ્રધાન સાથે મુલાકાત કરી છે. નેધરલેન્ડ સાથે એર ડિફેન્સ સિસ્ટમ અને હથિયારોની માંગણી કરવામાં આવી છે.

સર્બિયાએ યુક્રેનને લડાકુ વિમાન આપ્યા

સર્બિયા દેશે યુક્રેનને 36 MiG-29 લડાકુ વિમાન આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત રોમાનિયાએ એર ડિફેન્સ સિસ્ટમ આપવા જઈ રહ્યું છે. નાટોના ઘણા દેશ યુક્રેનની મદદ આપી રહ્યા છે. પરંતુ આ મદદ ઓછી છે. આ વાતને લઈ જેલેન્સકી દુખી છે. રશિયાની અંદર હુમલા કરવા યુક્રેનને લાંબા અંતરના હથિયા નથી મળી રહ્યા. મહત્ત્વનું છે કે, યુક્રેન જલ્દી લાંબા અંતર સુધી હુમલો કરતી મિસાઈલ ન મળી તો જેલેન્સકી અને તેની સૈન્યને હારથી કોઈ બચાવી નહી શકે.

  • Follow us on: