રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને ઘણો સમય થઈ ચુક્યો છે. જો કે હજી સુધી યુદ્ધ સમાપ્ત નથી થયું. આ યુદ્ધમાં દગાથી ભારતીયોને ધકેલી દેવામાં આવ્યા હતા. જો કે ભારત સરકારના માધ્યમથી ફરી ભારતીયોની વતન વાપસી થઈ છે. તેઓ પોતાના ઘરે પરત આવ્યા છે. એક વ્યકિતએ જણાવ્યું કે, ઓછામાં ઓછા 60 ભારતીય યુવકો આ નોકરી છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેઓને દરરોજ અમાનવીય યાતનાઓ આપવામાં આવતી. સતત 15 કલાક સુધી કામ કરાતું હોવાનો ખુલાસો કર્યો હતો.



સતત મોતના ભયમાં જીવતા લોકોની વેદના

યુદ્ધમાં ફસાયેલા આ ભારતીયને ડિસેમ્બર-2023માં રશિયામાં સુરક્ષા કર્મીઓ તરીકે કામ આપવાનો વાયદો કરીને બહાર મૂકી દીધો હતો. પરંતુ જ્યારે તેઓ રશિયા પહોંચ્યા તો તેઓની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. એક યુવકે જણાવ્યું કે અમારી સાથે ગુલામો જેવો વ્યવહાર કરાતો. તેઓએ પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, તેઓને દરરોજ સવારે છ વાગ્યે ઉઠાડી દેવામાં આવતા અને સતત 15 કલાક કામ કરવું પડતું. આટલું ઓછું હોય આ કામ કોઈપણ આરામ કે ઊંઘ વગર કરવા દેતા.

વધુ મહેનત કરવા મજબૂર

આ ભારતીય જવાનોની સ્થિતિ ત્યાં ખૂબ અમાનવીય હતી, અને તેઓને ખૂબ ઓછું રાશન આપવામાં આવતું હતું. જવાનો પૈકી એકે જણાવ્યું કે અમારા હાથમાં ફોલ્લાં થઈ જતા, અમારી પીઠમાં દર્દ થઈ જતું, અમારું મનોબળ તૂટી જતું. જો અમને થાકના કોઈ લક્ષણ જણાતા તો તેઓ વધુ મહેનત કરવા મજબૂર કરતા હતા.

બંદૂક ચલાવવાની નોબત આવી

તેઓનું કામ માત્ર સામાન્ય નહોતું તેઓને ખીણ ખોદવાનું અને અસોલ્ટ રાઈફલ ચલાવવી પડતી. તેઓને એકે-12, એકે 74 જેવી રાઈફલોની સાથે બીજા વિસ્ફોટકો ચલાવવાનો ટેસ્ટ આપવાનો હતો. સૌથી અઘરો પડકાર એ હતો કે તેઓ સમગ્ર વિશ્વથી કપાઈ ગયા હતા. આ જવાનોને એ વાતની પણ ખબર નહોતી કે તેઓ ક્યા જાય છે અને કયા લઈ જવાય છે. તેઓને પોતાના પરિવાર સાથે વાત કરવાની મંજૂરી પણ નહોતી.

કર્ણાટકના રહેતા એક યુવકે કહ્યું કે, અમારા મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. તેઓને મહિનાઓ સુધી પોતાના પરિવાર સાથે વાત નહોતી કરવા દેવાઈ. વિદેશી યુદ્ધ ક્ષેત્રમાં રહેવાનું માનસિક રીતે વધુ દબાણ કરતું. કર્ણાટકના બીજા એક યુવકે કહ્યું કે, તેઓ દરરોજ એ નહોતા જાણતા કે શું તેઓનો છેલ્લો દિવસ હશે.

  • Follow us on: