- એસ-400 મિસાઈલ સિસ્ટમ આવતા વર્ષ સુધી ભારતમાં આવી જશે
- રશિયાએ ભારતને પહેલાથી ત્રણ યુનિટ તો આપી દીધા છે
- હાલ રશિયા ખુદ એસ-400 સિસ્ટમમાં વપરાતા ક્રૂડ, સ્પેરપાર્ટસને લઈ મૂંઝવણમાં છે
ભારતના વર્ષો જૂના સાથી એવા રશિયા દેશે હવે યુદ્ધમાં વિશેષ ઉપયોગી એવી એસ-400 મિસાઈલ સિસ્ટમ આપવાની વાત કરી છે. જી હા...ભારતે રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમના પાંચ યુનિટ ખરીદ્યા છે. આમાંથી ત્રણની ડિલિવરી થઈ ચૂકી છે. બાકીની બે સિસ્ટમની ડિલિવરી અંગે રશિયાએ કહ્યું છે કે તે 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે.
રશિયાએ આવતા વર્ષે એટલે કે 2025 સુધીમાં S-400 સિસ્ટમના બાકીના બે યુનિટ ભારતને પહોંચાડવાની તૈયારી કરી લીધી છે. ભારતે 5.4 બિલિયન ડોલરમાં રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમના પાંચ યુનિટ ખરીદ્યા હતા. તેમાંથી 3ની ડિલિવરી થઈ ગઈ છે, જ્યારે 2ને રશિયાએ રોકી હતી. યુક્રેન યુદ્ધમાં રશિયા ભારત માટે બનેલી S-400 સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું હોવાના અહેવાલ હતા. આર્થિક પ્રતિબંધોને કારણે રશિયાને S-400 સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા ઘણા ભાગો અને કાચા માલની પણ અછતનો સામનો કરવો પડી રહ્યો હતો. આવી સ્થિતિમાં રશિયાએ સૌથી પહેલા પોતાની સુરક્ષા માટે S-400ના ઉપયોગને પ્રાથમિકતા આપી.













