• રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીરે પાંચમા કાર્યકાળ માટે શપથ લીધા
  • અમેરિકા, કેનેડા, બ્રિટન સહિતના દેશોએ શપથ સમારોહનો બહિષ્કાર કર્યો
  • શપથ દરમિયાન પુતિને કહ્યું કે, ''તે પશ્ચિમ સાથે વાતચીત બંધ નહિ કરે''

 

 વ્લાદિમીર પુતિન ફરી એકવાર રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પાંચમીવાર રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા હતા. મંગળવારે ગ્રાંડ ક્રેમલિન પેલેસમાં આગામી છ વર્ષ માટે 33 શબ્દોમાં શપથ લીધા હતા.

આ ભવ્ય શપથ સમારોહનું યુક્રેનમાં રશિયાના યુદ્ધને લીધે અમેરિકા, કેનેડા, બ્રિટન સહિત ઘણા પશ્ચિમી દેશોમાં બહિષ્કાર કર્યો હતો. ગ્રાન્ડ ક્રેમલિન પેલસ એવી જગ્યા છે જ્યાં રશિયાના ઝાર પરિવારના ત્રણ રાજા એલેકઝાંડર-2, એલેક્ઝાંડર-3 અને નિકોલસ-2ને રાજા તરીકે શપથ લીધા હતા. પુતિને આ અગાઉ વર્ષ-2002માં પ્રથમવાર રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. ત્યારબાદથી વર્ષ-2004, 2012 અને વર્ષ-2018માં પણ તેઓ રાષ્ટ્રપતિ બની ચુક્યા છે.

વર્ષ-1999થી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન તરીકે પુતિન સતત સત્તામાં રહ્યા છે. યુક્રેન સાથે યુદ્ધમાં રશિયાના હજારો સૈનિકોને હોમી દીધાના બે વર્ષ કરતાં વધુ સમયથી પોતાનો નવો કાર્યકાળ શરૂ કરી રહ્યા છે.

રશિયાના રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા પછી પુતિને જણાવ્યું કે અમે વધુ મજબૂત થઈશું. અમે એવા દેશોથી સંબંધો સુધારવાનો પ્રયાસ કરીશું જે અમને દુશ્મને માને છે. હું જનતાને વિશ્વાસ યથાવત્ રાખવાની તમામ પ્રયાસ કરીશ. રશિયામાં 15-17 માર્ચે યોજાયેલી ચૂંટણીમાં 88 ટકા મત મળ્યા હતા. પુતિન વિરોધી નિકોલે ખારિતોનોવને માત્ર ચાર ટકા વોટ મળ્યા હતા.

આ ઉપરાંત પુતિનના કટ્ટર વિરોધી ગણાતા નેવનલીના મોતમાં પુતિનનો હાથ હોવાનું રશિયામાં લોકમુખે ચર્ચાયું હતું. છતાં પુતિન વિરોધી આંદોલન વધુ ઉગ્ર ન બન્યું અને પુતિન ફરી સત્તામાં આવી ગયા.

  • Follow us on: