ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી 2 રશિયન અને એક અમેરિકન અવકાશયાત્રીઓને લઈ આવેલ સોયુઝ કેપ્સ્યુલ કઝાકિસ્તાનમાં ઉતરી છે. મળતી માહિતી અનુસાર સોયુઝ MS-25 કમાન્ડર ઓલેગ કોનોનેન્કો કેપ્સ્યુલમાંથી બહાર નીકળનાર પ્રથમ વ્યક્તિ હતા. આ મિશનના અંત સાથે તેણે અંતરિક્ષમાં 1,111 દિવસ પૂરા કર્યા છે. સોમવારે ત્રણ અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા લઈ જવા માટે એક રશિયન સ્પેસ કેપ્સ્યુલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી અલગ થઈ હતી. જેમાંથી બેએ ISS પર રેકોર્ડ-લાંબો સમય પસાર કર્યો છે.


ત્રણ અવકાશયાત્રીઓ સોયુઝ કેપ્સ્યુલ મારફતે ઘરતી પર પરત ફર્યા

બીજા સ્થાને સોયુઝ કેપ્સ્યુલના નાસા અવકાશયાત્રી ટ્રેસી ડાયસન હતી, જેમણે તેની ત્રીજી અવકાશ ઉડાનમાં ભ્રમણકક્ષામાં 184 દિવસ પ્રસાર કર્યા હતા. જ્યારે ત્રીજા અને અંતિમ ક્રૂ સભ્ય રોસ્કોસ્મોસ અવકાશયાત્રી નિકોલાઈ ચૂબ સોયુઝ અવકાશયાનમાંથી બહાર નીકળ્યા. તેણે કોનોનેન્કો સાથે અવકાશમાં 374 દિવસ પ્રસાર કર્યા છે. આ સાથે તેની પ્રથમ અવકાશ ઉડાન પૂર્ણ થઈ છે.

કોનોનેન્કો અને ચૂબે ISS પર સૌથી લાંબા સુધી સતત મિશનનો રેકોર્ડ બનાવ્યો

નોંધનીય છે કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી નાસાની અવકાશયાત્રી ટ્રેસી ડાયસન, રોસ્કોસ્મોસે અવકાશયાત્રી નિકોલાઈ ચૂબ અને ઓલેગ કોનોનેન્કોને લઈ રવાના થયેલ કેપ્સ્યુલ ISSથી અનડોકિંગના લગભગ 3:30 કલાક પછી કઝાકિસ્તાનના મેદાનોમાં ઉતરી હતી. કોનોનેન્કો અને ચૂબ 15 સપ્ટેમ્બર 2023ના રોજ સ્પેસ સ્ટેશન માટે રવાના થયેલ અને શુક્રવારે ISS પર સૌથી લાંબા સુધી સતત મિશનનો રેકોર્ડ બનાવ્યો હતો. અમેરિકન અવકાશયાત્રી ટ્રેસી ડાયસને બાહ્ય અવકાશમાં તેના ત્રીજા મિશનમાં 6 મહિના પ્રસાર કર્યા છે.

હવે ISS પર માત્ર આઠ યાત્રી

આઠ અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશન પર રહે છે, જેમાં અમેરિકનો બૂચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સનો સમાવેશ થાય છે, જે પૃથ્વી પર તેમના સુનિશ્ચિત પાછા ફર્યા પછી લાંબા સમય સુધી વિલંબિત રહે છે. આ બન્ને જૂનમાં બોઇંગના નવા સ્ટારલાઇનર કેપ્સ્યુલના પ્રથમ ક્રૂ તરીકેમાં પહોંચ્યા છે. પરંતુ વિમાન થ્રસ્ટરની સમસ્યા અને હિલીયમ લીક થવાને કારણે ખરાબ થઈ ગયું છે અને યુએસ સ્પેસ એજન્સી NASAએ નક્કી કર્યું કે તેને સ્ટારલાઈનર પર પાછા ફરવું ખૂબ જોખમી હશે. હવે બન્ને અવકાશયાત્રીઓ 2025માં સ્પેસએક્સ સાથે ઘરે પરત ફરશે.

  • Follow us on: