- યુક્રેન પર રશિયાના હુમલાને લઇ આકરાપાણીએ પરિવાર
- એક વર્ષ અને 9 મહિના વીતી ગયા પણ યુદ્ધ છે યથાવત
- વ્લાદિમીર પુતિન પર પરિવારજનો કરી રહ્યા છે ગુસ્સો વ્યક્ત
યુક્રેન પર રશિયાના હુમલાને એક વર્ષ અને 9 મહિના વીતી ગયા છે, પરંતુ યુદ્ધનો કોઈ ઉકેલ મળ્યો નથી. હજારો રશિયન સૈનિકો હજુ પણ યુક્રેનમાં લડી રહ્યા છે. બીજી તરફ તેમના પરિવારજનોનો ગુસ્સો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર નિકળી રહ્યો છે. મોટી સંખ્યામાં રશિયન સૈનિકોના પરિવારના સભ્યોએ રાજધાની મોસ્કોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ તેમના પુત્રો અને પતિઓને પાછા ઇચ્છે છે.
સોશિયલ મીડિયા પર વિરોધ પ્રદર્શનના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં રશિયામાં યુદ્ધ લડી રહેલા સૈનિકોની માતાઓ, બહેનો, પુત્રીઓ અને પત્નીઓએ ભાગ લીધો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓની માંગ છે કે હવે પુતિને પોતાનું વચન પાળવું જોઈએ. એક વર્ષ પહેલા ઘર છોડી ગયેલા સૈનિકોની પત્નીઓ કહે છે કે તેઓને યુદ્ધ નહીં પણ શાંતિ જોઈએ છે. તેઓને બને તેટલી વહેલી તકે તેમના વતન પરત ફરવું જોઈએ.
'એક વર્ષ થઈ ગયું, અમે અમારા બાળકો પાછા ઈચ્છીએ છીએ'
યુદ્ધનો વિરોધ કરી રહેલી મહિલાઓએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે, "અમે શાંતિ ઈચ્છીએ છીએ. એક વર્ષ પહેલા યુક્રેનમાં લડવા ગયેલા સૈનિકોને હવે સ્વદેશ પરત લાવવા જોઈએ. તેઓ આવું કેમ નથી કરી રહ્યા? તેમ છતાં આપણી સેના વિશ્વમાં લડાઈ લડી રહી છે. આજે ભલે તે શ્રેષ્ઠ સેના બની ગઈ હોય, પરંતુ તેનો અર્થ એ નથી કે આ સેના છેલ્લા સૈનિક સુધી ત્યાં જ રહે."
વિરોધ કરી રહેલી મહિલાઓએ કહ્યું, "અમારા બાળકો દેશ માટે બહાદુરીથી લડ્યા છે. તેઓએ પોતાનું લોહી વહાવ્યું છે. હવે તેઓ તેમના પરિવારમાં પાછા ફરવા જોઈએ, પરંતુ સરકાર આવું કેમ કરી રહી છે?" મહિલાઓનું કહેવું છે કે રશિયન સરકારે વચન આપ્યું હતું કે યુક્રેનમાં કામ પૂરું થયા બાદ સૈનિકોને પાછા લાવવામાં આવશે.
કામ હજુ પૂર્ણ થયું નથી
અહીં ક્રેમલિનનું કહેવું છે કે હાલમાં યુક્રેનમાં રશિયન સૈનિકોનું કામ પૂર્ણ થયું નથી. તેઓ ત્યાં જરૂરી છે. યુદ્ધ હજી પૂરું થયું નથી. યુદ્ધ પૂરું થતાં જ સૈનિકો પાછા ફરશે. હાલમાં તે માતૃભૂમિ માટે કામ કરી રહ્યો છે.