- યુરેશિયામાં 4,650-મીટર ઊંચો જ્વાળામુખી ફાટ્યો
- કામચાટકા ટાપુ પરના 2 શહેરોમાં શાળાઓ બંધ કરવાનો આદેશ
- જ્વાળામુખીથી ક્લ્યુચીનું અંતર લગભગ 30 કિલોમીટર દૂર
યુરેશિયાનો સૌથી વધુ સક્રિય જ્વાળામુખી બુધવારે ફાટી નીકળ્યો હતો, જ્વાળામુખી ફાટતા રાખનો વિશાળ પ્લુમ ફેલાયો હતો, જેના કારણે સ્થાનિક તંત્રએ રશિયાના ઓછી વસ્તીવાળા કામચાટકા ટાપુ પરના 2 શહેરોમાં શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો.ક્લ્યુચેવસ્કાયા સોપકા જ્વાળામુખીમાં ફાટવાથી રાખ સમુદ્ર સપાટીથી 13 કિલોમીટર સુધી ફેલાય છે.
રશિયન ટાપુ યુરેશિયામાં સૌથી ઉંચો જ્વાળામુખી ફાટતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેના દ્વારા સ્થાનિક તંત્ર એલર્ટ મોડમાં આવ્યું હતું. આ જ્વાળામુખી ફાટતાની સાથે ઝેરી ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દેખાઇ રહ્યા હતા. જેના કારણે કામચાટકા ટાપુ પરના 2 શહેરોમાં શાળાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ લોકોને સાવચેત રહેવા અને કામસીવાઇ ઘરની બહાર ન નીકળા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે.













