• રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઉદ્યોગપતિઓ સાથે કરી વાત
  • યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ રશિયા પર ચારે તરફથી પ્રતિબંધો
  • યુરોપની સૌથી મોટી અને વિશ્વની પાંચમા ક્રમની અર્થવ્યવસ્થા 

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો છે કે તેમનો દેશ યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. યુક્રેન સાથે યુદ્ધને લગભગ 23 મહિના વીતી ચૂક્યા છે. આ દરમિયાન ઉદ્યોગપતિઓ સાથે એક બેઠકમાં પુતિને કહ્યું છે કે રશિયા યુરોપની સૌથી મોટી અને દુનિયાની પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

ઉદ્યોગપતિઓ સાથે બેઠકમાં બોલ્યા રશિયન રાષ્ટ્રપતિ

રશિયન રાષ્ટ્રપતિ પુતિને દાવો કર્યો છે કે રશિયા દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, તેમણે જણાવ્યું છે કે દુનિયાભરમાંથી ચારે બાજુથી થઈ રહેલા દબાણ છતાં યુરોપિયન દેશો વચ્ચે રશિયા સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તેમણે ઉદ્યોગપતિઓ સાથે એક બેઠક દરમિયાન દેશની અર્થવ્યવસ્થાને લઈને અનેક મહત્વની વાતો કરી હતી.

જર્મનીને પછાડી રશિયા આવ્યું પાંચમા ક્રમે 

રશિયન મીડિયાના જણાવ્યા અનુસાર, પુતિને કહ્યું કે ખરીદ શક્તિ સમાનતામાં રશિયા દુનિયાનો પાંચમો સૌથી મોટો દેશ છે. તેમણે કહ્યું કે રશિયા સમગ્ર યુરોપિયન મહાદ્વીપમાં સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. રશિયાના દૂરના પૂર્વી વિસ્તારોમાં કામ કરતાં ઉદ્યમીઓ સાથે બેઠકમાં પુતિને કહ્યું કે દરેક બાજુએથી આપનો શ્વાસ રૂંધવામાં આવી રહ્યો છે. આપણી ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે. આપણે હવે જર્મનીને પાછળ પાડીને યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યા છીએ.

રશિયાની આગળ કેટલા દેશોની ઈકોનોમી

પુતિને કહ્યું કે દેશમાં માથાદીઠ સૂચકને સુધારવા માટે હજુ ઘણી મહેનત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે જર્મનીને પાછળ પાડીને રશિયા પાંચમી સૌથી મોટી ઈકોનોમી બની ગયું છે. ખરીદ શક્તિ સમાનતાના આધારે GDPની ગણતરી કરીએ તો રશિયાની આગળ માત્ર ચીન, અમેરિકા ભારત અને જાપાન છે.


  • Follow us on: