• વૈશ્વિક સ્તરે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો મજબૂત
  • રશિયા ભારતની ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવાનું ચાલુ રાખશે
  • અમારી અને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત છે: રશિયન રાજદૂત

વૈશ્વિક સ્તરે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ઘણા સારા છે. તેના ઘણા ઉદાહરણો છે જેમ કે રશિયા ભારતને સૌથી ઓછી કિંમતે તેલ પૂરું પાડવુ અને

ભારતે રશિયા-યુક્રેન યુદ્ધને રાજદ્વારી રીતે સંભાળ્યું.બંને દેશો વચ્ચેના સંબંધો ઘણા સારા રહ્યા છે. જો કે આ સમયે પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે અને તેની ચર્ચા આખા વિશ્વભરમાં થઈ રહી છે. આ દરમિયાન ભારત અને રશિયાના સંબંધોને લઈને નિવેદન સામે આવ્યું છે.

[[$googlead]]

રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યું હતું કે જ્યાં સુધી માંગ રહેશે ત્યાં સુધી રશિયા ભારતની ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવાનું ચાલુ રાખશે. રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે વધુમાં જણાવ્યું હતું કે બંને પક્ષો ઊર્જા પુરવઠાને ટકાઉ બનાવવા અને વેપાર અસંતુલનને દૂર કરવાના માર્ગો પર કામ કરી રહ્યા છે.તો બીજી તરફ ડેનિસ અલીપોવનું કહેવું છે કે રશિયામાં ચીનના વધતા પ્રભાવ પર રડવાને બદલે ભારતીય નિષ્ણાતો ભારતના વિકાસને પ્રોત્સાહન આપે તે વધુ સારું રહેશે.

[[$alsoread]]

ભારત સાથે મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી

ભારત-રશિયા સંબંધો પર વાત કરતા રશિયન રાજદૂતે કહ્યું હતું કે અમારી અને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત છે. તેનું મુખ્ય કારણ એ છે કે ભારત કોઈ ખાસ કેમ્પ પસંદ કરતું નથી. તે તેના મૂલ્ય માટે સાચું રહે છે. આ સિવાય રશિયાના રાજદૂતે કહ્યું હતું કે રશિયા ભારતના વસુધૈવ કુટુમ્બકમને માને છે અને યુરોપમાંથી સમાન મૂલ્યની ઈચ્છા ધરાવે છે.

ભારત સાથે યુએસ 44.4 બિલિયનનો અમેરિકી ડોલર વેપાર

તેલ પુરવઠા પર વાત કરતા રશિયન રાજદૂતે કહ્યું હતું કે વર્ષ 2022-2023માં, અમે ભારત સાથે 44.4 બિલિયન યુએસ ડોલરનો વેપાર કર્યો છે જે ભારતીય તેલની આયાતના 1/3 કરતા વધુને આવરી લે છે. આ કારણે રશિયા ભારતના ઉર્જા પુરવઠામાં સૌથી મોટા સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું હતું કે અમે લાંબા સમય સુધી ભારતને તેલ સપ્લાય કરવા માંગીએ છીએ કારણ કે ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે અને આ માટે આગામી સમયમાં તેલની માંગ વધવાની છે.

ભારત સાથેના સંબંધોને લઈને રશિયાના રાજદૂતનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21થી 22 જૂન સુધી અમેરિકાના પ્રવાસે છે જ્યાં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત કરશે. આમાં રશિયા અને યુક્રેનનો મુદ્દો પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


  • Follow us on: